Birthday Special : ડૅકોટા જ્હૉનસન ઉર્ફે એનેસ્ટેશિયા સ્ટીલ વિશે જાણો 6 Facts

આજે ડૅકોટા જ્હૉનસનનો જન્મ દિવસ છે. હા જી, આ એ જ હૉલીવુડ અભિનેત્રી છે કે જેઓ એનેસ્ટેશિયા સ્ટીલ તરીકે પણ જાણીતા છે. જોકે આ તેમનું બીજુ નામ નથી, બલ્કે તેમની આગામી મચ એવેટેડ કામુક હૉલીવુડ ફિલ્મ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેમાં તેમના પાત્રનું નામ છે અને આજકાલ ડૅકોટા આ જ નામે જાણીતા બની ગયાં છે.

ડૅકોટા જ્હૉનસન આ અગાઉ પણ કેટલીક સારી ફિલ્મો કરી ચુક્યા છે, પરંતુ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મમાં તેમનો એનેસ્ટેશિયા તરીકેનો રોલ તેમને ખ્યાતિ અપાવી ચુક્યો છે. તેમાં કોઈ આશ્ચર્ય પણ નથી, કારણ કે ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મ ઈ એલ જેમ્સના બેસ્ટસેલર પુસ્તક ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે પર આધારિત છે કે જેના વિશ્વવ્યાપી ફૅન છે.

નોંધનીય છે કે ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે BDSM એટલે કે Bondage (બંધન), Discipline (શિસ્ત), Sadism (પરપીડન) અને Masochism (પરપીડ્યકામુકતા) થીમ પર આધારિત છે. ડૅકોટા જ્હૉનસન આ પ્રકારની ફિલ્મ કરતા પહેલા હૉલીવુડમાં જાણીતા નહોતાં. ડૅકોટા ધ સોશિયલ નેટવર્ક ફિલ્મ બાદ લાઇમલાઇટમાં આવ્યાં.

આમ, ડૅકોટા જ્હૉનસન હૉલીવુડમાં બહુ નામના ધરાવતા અભિનેત્રી નથી. એટલે જ અમે તેમના 25મા જન્મ દિવસે તેમના વિશે કેટલાક ફૅક્ટ્સ લઈને હાજર થયાં છે.

સ્લાઇડર ફેરવો અને તમે પણ જાણો બર્થ ડે ગર્લ ડૅકોટા જ્હૉનસ વિશે કેટલાક ફૅક્ટ્સ :

પરિવાર

પરિવાર

ડૅકોટા જ્હૉનસન ગોલ્ડન ગ્લોબ વિનિંગ એક્ટર ડૉન જ્હૉનસન તથા એકેડેમી ઍવૉર્ડ-નૉમિનેટેડ એક્ટ્રેસ મેલેની ગ્રિફિથના દીકરી છે.

ડેબ્યુ

ડેબ્યુ

ડૅકોટાએ 1999માં ક્રૅઝી ઇન અલાબામા ફિલ્મ સાથે ડેબ્યુ કર્યુ હતું કે જેમાં તેમના માતા મેલેની ગ્રિફિથ પણ હતાં. જોકે 2010માં આવેલી ધ સોશિયલ નેટવર્ક તેમની પ્રથમ હિટ ફિલ્મ હતી. તેઓ 21 જમ્પ સ્ટ્રીટની રીમેકમાં પણ દેખાયા હતાં.

ફેસબુક અનુભવ

ફેસબુક અનુભવ

ડૅકોટા ફેસબુક પર નથી. હેલો મૅગેઝીનને આપેલા ઇંટરવ્યૂમાં તેમણે જણાવ્યુ હતું - જ્યારે મેં જોયું કે ફેસબુક મારૂ જ શિકાર કરી રહ્યું છે, ત્યારે મેં તેમાંથી બહાર આવવાનો નિર્ણય કર્યો.

નશો

નશો

હા જી, આ સ્ટાર કિડ્સ કુટેવોનો શિકાર હતી. ડૅકોટાને ડ્રગ અને દારૂની કુટેવ હતી. ડૅકોટાએ સપ્ટેમ્બર-2007 દરમિયાન મલીબુ ખાતેના વિઝન્સ ટીન ટ્રીટમેંટ સેંટર ખાતે 30 દિવસ પુનર્વસન કાર્યક્રમ કર્યુ હતું.

ટીવી ડેબ્યુ

ટીવી ડેબ્યુ

ડૅકોટાએ યુવાન વયે જ એટલે કે 2012માં ફૉક્સ શો બેન એન્ટ કેટમાં લીડ રોલ કરી ટીવી ડેબ્યુ કર્યુ હતું.

મૉડેલિંગ

મૉડેલિંગ

જોકે એક્ટિંગ તેમના લોહીમાં છે એટલે જ ડૅકોટાએ મૉડેલિંગમાં પણ હાથ અજમાવ્યા હતાં. ટીન વૉગ માટે તેમણે 12 વર્ષની વયે મૉડેલિંગ કરી હતી. તેમણે 2009માં મૅંગો માટે તથા 2011માં ઑસ્ટ્રેલિયન ફૅશન લેબલ વિશના રાઇઝિંગ સ્ટાર કૅમ્પેન માટે પણ મૉડેલિંગ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X