Happy B'day : મંત્રમુગ્ધ કરનાર Hot ગાયિકા બેયોંસ વિશે જાણો 6 Facts
હૉલીવુડ સિંગર તથા સૉંગ રાઇટર બેયોંસ નોલ્સને જન્મ દિવસની શુભેચ્છાઓ. આ કર્વી દિવા આજે 33 વર્ષના થઈ ગયાં. આ ભવ્ય સિંગરનો જન્મ દિવસ ઉજવવાની ઘણી રીત હોઈ શકે. તેમના ગીતો સાંભળવાથી માંડી તેમનું પરફૉર્મન્સ જોવા સુધી. તમારી પાસે બેયોંસનો જન્મ દિવસ યાગદાર બનાવવાના ઘણા ઉપાયો છે.
બેયોંસના ગીતો તમારા પ્લેલિસ્ટમાં ઉમેરવાના ભાગ રૂપે તમે હૉટેસ્ટ ફિગરના સ્વામી બેયોંસના કેટલાક હૉટેસ્ટ પિક્સ પણ જોઈ શકો છે. આ સિંગર પાસે ઇમ્પ્રેસિવ સ્ટાઇલ છે. જાહેર સ્થળે, ઈવેંટ કે રેડ કારપેટ હોય, બેયોંસ દરેક જગ્યાએ મંત્રમુગ્ધ કરનાર લુક સાથે દેખાય છે.
બેયોંસ નોલ્સના 33મા જન્મ દિવસે અમે એક નજર તેવા કારણો પર નાંખવા જઈ રહ્યા છે કે જેથી લોકો તેમને ચાહે છે. આ યાદી લાંબી હોઈ શકે છે. તેમનો અવાજ, તેમનું ગાયન, તેમની લવ લાઇફ, માતૃત્વ કે મૈત્રી... કોઈ પણ મુદ્દે બેયોંસ પરફેક્ટ રહ્યા છે.
ચાલો બેયોંસ નોલ્સની તસવીરો સાથે જાણીએ તેમને પ્રેમ કરવાના સચોટ કારણો :

સી ઇઝ હૉટ એઝ હેલ!
અનેક કારણોમાંનું આ એક કારણ છે કે જેથી ફૅન્સ બેયોંસને પ્રેમ કરે છે.

શાનદાર ગાયિકા
બી ઇટ સિંગલ લૅડીઝ..., પ્રેટી હર્ટ્સ..., ક્રૅઝી ઇન લવ..., ડ્રંક ઇન લવ..., બ્યુટીફુલ લાયર કે બીજા ઘણા ગીતો એવા છે કે જેમાં બેયોંસનો અવાજ આપણને તેમના પ્રેમમાં ગળાડૂબ કરી નાંખે છે.

કર્વ્સ
જ્યારે આપણે કર્વ્સની વાત કરતા હોઇએ, તો સૌપ્રથમ જે નામ આપણા મગજમાં ઉપસે, તે બેયોંસ જ હોય!

જોવા લાયક પરફૉર્મન્સ
બેયોંસના ગીતો સાંભળવા કે જોવાની સાથે આપણને તેમનું સ્ટેજ પરફૉર્મન્સ પણ મંત્રમુગ્ધ કરી જાય.

પરિવાર માટે પ્રેમ
બેયોંસે ઘણી વખત એવું પ્રદર્શિત કર્યુ છે કે તેમના માટે પરિવાર પહેલા છે. આ તસવીર પોતાની જાતમાં ઘણુ કહી જાય છે.

ધ કૅટવુમૅન
બેયોંસ એકમાત્ર એવા ગાયિકા છે કે જેઓ સ્ટેજ ઉપર કૅટવુમૅન છે.

કામાતુર સુરવીન જોવા ક્લિક કરો
ફરી ‘કામાતુર' બની સુરવીન ચાવલા : જુઓ 10 Hot Scenes













Click it and Unblock the Notifications
