ટૅટૂની હરતી-ફરતી દુકાન છે જસ્ટિન બીબર

પોતાના શરીર ઉપર ટૅટૂ કોતરાવવા માટે સેલિબ્રિટીઓ દરેક ક્ષણે તૈયાર રહે છે, પરંતુ કેટલાંક સેલિબ્રિટી ટૅટૂના એટલાં બધા શોખીન હોય છે કે પોતાના શરીરના દરેક ભાગે કંઈકને કંઈક નવું કોતરાવવાની ફિરાકમાં રહે છે. હવે હૉલીવુડ સિંગર જસ્ટિન બીબરને જ લઈ લ્યો. તેમણે પોતાના ખભાથી લઈ એડીઓ સુધી એટલાં અલગ-અલગ ટૅટૂ કોતરાવ્યાં છે કે આપ પણ જાણીને આશ્ચર્યમાં રહી જશો.

Justin

જસ્ટિને તાજેતરમાં જ પોતાના દાદાની યાદમાં પોતાના ડાબા ખભે સ્ટારફૉર્ડ કુલિશન્સ હૉકી ટીમના લોગોની તસવીર કોતરાવી અને સાથે જ ટ્વિટર પર લખ્યું છે - આ ટૅટૂ હું પોતાના ગ્રાન્ડફાધરને ડેડિકેટ કરૂ છું. જસ્ટિને આ નવા ટૅટૂની તસવીર સાથે લખ્યું છે - મારા દાદાજી દર શુક્રવારે મને સ્ટ્રારફોર્ડ કુલિશન્સ લઈ જતા હતાં. આ આપના માટે છે મારા દાદાજી.

સાથે જ જસ્ટિને આ ટૅટૂ કોતરનારનું નામ પણ લખ્યું છે. જસ્ટિને પોતાની શર્ટ ઉતારી અનેક જુદાં-જુદાં એંગલથી પોતાના ટૅટૂની તસવીરો ખેંચી છે. કૅનેડિયન સ્ટાર જસ્ટિન હંમેશા હૉકી ટીમના ફૅન રહ્યાં છે, પરંતુ આ પ્રથમ ટૅટૂ નથી કે જે જસ્ટિનની બૉડી ઉપર કોતરાવાયું છે. આ અગાઉ પણ જસ્ટિન હૉકી ટૅટૂ કોતરાવી ચુક્યાં છે.

ગત સપ્તાહે જ જસ્ટિને પોતાના જમણા પગે ત્રણ ગુલાબ લપેટેલ એક ટૅટૂ કોતરાવ્યુ હતું. સાથે જ ત્રણ ગુલાબો સાથે જોડાયેલ બે હાથ પણ હતાં કે જેનો મતલબ હતો કે કોઈ પ્રાર્થના કરી રહ્યો હોય. તે અગાઉ એટલે કે ગત માસે જ જસ્ટિને પોતાના જમણા હાથે કોતરાવેલ ઘુવડનું ટૅટૂ પણ લોકોને બતાવ્યુ હતું. સાથે જ જસ્ટિની જમણી છાતીએ એક તાજ કોતરાવેલું છે. ટૅટૂ કોતરાવવા અંગે પોતાની ઘેલછાને જસ્ટિન કાયમ પોતાના ફૅન્સ સાથે શૅર કરતાં રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X