હિંદુઓની ભાવના ફરી દુભાઇ, કારણ કેટી પેરીનો Current Mood

Written By:
Subscribe to Oneindia News

હજુ તો લોકો સોનુ નિગમ ના અઝાન ના ટ્વીટ ની કોન્ટ્રોવર્સિમાંથી બહાર નથી આવ્યાં, ત્યાં બીજી બાજુ આંતરરાષ્ટ્રીય પૉપ સ્ટાર કેટી પેરી ના કારણે ફરી વિવાદ સર્જાયો છે. કેટી પેરીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભારતીય દેવીનો ફોટો પોસ્ટ કરતાં ફેન્સ તેની પર ચિડાયા છે.

માં કાળીની તસવીર કરી પોસ્ટ

માં કાળીની તસવીર કરી પોસ્ટ

બુધવારે આ પૉપ સ્ટારે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનિષ્ટનો વિનાશ કરતી માં કાળીની તસવીર પોસ્ટ કરી હતી. વળી આની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું, કરન્ટ મૂડ. કેટીએ મહાકાળીના આ રૂપને મૂડનું નામ આપતાં તેના ભારતીય ફેન્સ ભડકી ઉઠ્યાં છે.

કંઇક તો વેલ્યૂઝ રાખો

કંઇક તો વેલ્યૂઝ રાખો

કેટીની આ પોસ્ટ પર ભારતીય ફેન્સે અનેક પ્રતિક્રિયાઓ આપી છે. એક યૂઝરે લખ્યું છે, ભારતીય દેવીઓનું અપમાન ન કરો...આને મૂડ ના કહી શકાય..કઇંક તો વેલ્યૂઝ રાખો. આ તસવીર ડિલીટ કરો પ્લીઝ. અન્ય એક યૂઝરે લખ્યું છે, તમારો મૂડ દર્શાવવા કોઇ ધાર્મિક તસવીરનો ઉપયોગ કરવો યોગ્ય નથી.

ગંભીરતાથી ન લેવાની સલાહ

ગંભીરતાથી ન લેવાની સલાહ

જ્યાં એક બાજુ લોકો કેટીનો ભરપૂર વિરોધ કરી રહ્યાં છે, ત્યાં બીજી બાજુ કેટલાક લોકો કેટીના સમર્થનમાં ઊભા થયા છે. સોશિયલ મીડિયા પર કેટીને ટ્રોલ કરવામાં આવી રહી છે, તેના કેટલાક ફેન્સે કેટીને આ મામલો ગંભીરતાથી ન લેવાની સલાહ આપી છે.

રાજસ્થાનમાં હિંદુ રિત-રિવાજ અનુસાર લગ્ન

રાજસ્થાનમાં હિંદુ રિત-રિવાજ અનુસાર લગ્ન

કેટી પેરીનું નામ ભારત માટે નવું નથી, વર્ષ 2010માં તેણે રસેલ બ્રાંડ સાથે હિંદુ રિત-રિવાજો અનુસાર રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. જો કે, પછીથી આ બંન્નેનો ડિવોર્સ થઇ ગયો હતો. આ વિશ્વસ્તરીય પૉપ સ્ટારના ઇન્ડિયામાં પણ ઘણા ફેન છે.

અહીં વાંચો

અહીં વાંચો

માઇલી સાયરસે ઘરે કરાવી લક્ષ્મી પૂજા, જુઓ તસવીર

સિંગર માઇલી સાયરસે માલીબૂના પોતાના ઘરમાં લક્ષ્મી પૂજા કરાવી હતી અને એનો ફોટો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જુઓ તસવીર. આ પહેલીવાર નથી જ્યારે માઇલીએ હિંદુ ધર્મ પ્રત્યે પોતાની રુચિ જાહેર કરી હોય.

English summary
Katy Perry posts an image of goddess Kali on instagram.
Please Wait while comments are loading...