કેલી ઑસ્બૉર્નએ સગર્ભા હોવાની અટકળો ફગાવી
લંડન, 11 સપ્ટેમ્બર : ટેલીવિઝન હોસ્ટ કેલી ઑસ્બૉર્નએ આવી અફવાઓને ફગાવી દીધી છે કે તેઓ સગર્ભા છે અને પોતાના પ્રથમ બાળકને જન્મ આપનાર છે.

ગત અઠવાડિયે કેલીએ જણાવ્યુ હતું કે તેમના સ્તનોમાં સોજો થઈ રહ્યો છે. તેમના આવા નિવેદનના કારણે જ 28 વર્ષીય કેલી ઑસ્બૉર્ન સગર્ભા હોવાની અટકળો વહેતી થઈ હતી. જોકે કેલીએ ઇંસ્ટાગ્રામ ઉપર પોતાની તસવીર શૅર કરી હતી અને પોતાના સ્તનોના વધતા આકાર અંગે લખ્યુ હતું.
મૅથ્યુ મૉશર્ટ સાથે સગપણ કરનાર કેલી ઑસ્બૉર્નએ અગાઉ જણાવ્યુ હતું કે તેઓ હાલ માતા બનવા માટે તૈયાર નથી. તેમણે જણાવ્યું - સૌ કહે છે કે આપ સગર્ભા છો અને હું કહી રહી છું કે નહીં, એવુ નથી.












Click it and Unblock the Notifications
