પોતાની Delivery શૂટ કરવા માંગે છે સિંગર કિમ્બર્લી વૉલ્શ
લૉસ એંજલ્સ, 12 ઑગસ્ટ : હૉલીવુડ એક એવી દુનિયા છે કે જ્યાં તમામ કલાકારો કંઇક ને કંઇક અજુગતુ અને વિચિત્ર કરતા રહે છે. તાજેતરમાં જ આપણે જોયું કે અભિનેત્રી ડૅકોટ જ્હૉનસને પોતાની માતા સામે પોતાની ફિલ્મ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે જોવાની મનાહી ફરમાવી દીધી હતી.
હવે વધુ એક ચોંકાવનારા ન્યુઝ આવી રહ્યા છે. શું કોઈ સામાન્ય સ્ત્રી એમ ઇચ્છશે કે તેની નગ્ન તસવીરની ફિલ્મ બનાવવામાં આવે? આપનો જવાબ કદાચ ના જ હશે. ભારતમાં તો કદાચ સોમાંથી 0.00 ટકા કે બહુ-બહુ તો 0.00001 ટકા સ્ત્રી અને તે પણ કોઈ મજબૂરીમાં આવું કૃત્ય કરવા તૈયાર થાય, પણ હૉલીવુડ જગત જ આખુ જુદુ છે. ત્યાં તો કલાકારો ન્યુડ થવામાંય છોછ નથી અનુભવતાં. પછી તે અભિનેતા હોય કે અભિનેત્રી.
અહીં વાત થઈ રહી છે એક સિંગરની કે જે હાલમાં સગર્ભા છે અને તેની ઇચ્છા છે કે તેની ડિલીવરીનું શૂટિંગ કરી ફિલ્મ બનાવવામાં આવે. તસવીરો સાથે જાણો વિગતો :

કોણ છે કિમ્બર્લી વૉલ્શ?
કિમ્બર્લી વૉલ્શ ફૅમસ ગર્લ્સ અલાઉડ સિંગર, મૉડેલ અને ટેલીવિઝન એક્ટ્રેસ છે.

સગર્ભા
કિમ્બર્લી વૉલ્શ હાલમાં સગર્ભા છે.

જસ્ટિન સ્કૉટ
કિમ્બર્લી વૉલ્શના પાર્ટનર જસ્ટિન સ્કૉટ છે કે જેના દ્વારા કિમ્બર્લી માતા બનવાના છે.

આવતા મહીને ડિલીવરી
કિમ્બર્લી વૉલ્શને આવતા મહીને ડિલીવરી આવવાની શક્યતા છે.

વિચિત્ર ઇચ્છા
32 વર્ષીય કિમ્બર્લી વૉલ્શ ઇચ્છે છે કે તેમના પાર્ટનર તેમની ડિલીવરીની ફિલ્મ બનાવે.

બાળકને મળવા ઉત્સુક
કિમ્બર્લી વૉલ્શે જણાવ્યું - હું મારા બાળકને મળવા માટે ઉત્સુક છું.

જસ્ટિન ફિલ્મ બનાવે
કિમ્બર્લીએ કહ્યું - હું ઇચ્છુ છું કે જ્યારે હું બાળકને જન્મ આપું, ત્યારે જસ્ટિન સ્કૉટ તેની ફિલ્મ બનાવે.

જસ્ટિન પણ ઉત્સુક
કિમ્બર્લી વૉલ્શે જણાવ્યું - જસ્ટિન સ્કૉટ મને અને મારા બાળકને ઘરમાં આવકારવા ઉત્સુક છું. તે પોતે મોટો બાળક બની ગયો છે અને તે જોતા લાગે છે કે મારે નાના બાળકની જરૂર જ નથી.












Click it and Unblock the Notifications
