ધ સીક્રેટ સર્વિસમાં મહેમાન કલાકાર બનશે લૅડી ગાગા
જાણીતા પૉપ ગાયિકા લૅડી ગાગા ફિલ્મ ધ સીક્રેટ સર્વિસમાં મહેમાન કલાકારની ભૂમિકા ભજવશે. ગાગાએ બ્રિટિશ દિગ્દર્શક મૅથ્યુ વૉનને શૂટિંગ માટે એક દિવસનો સમય ફાળવ્યો છે.

ધ સન ડૉટ કો ડૉટ યૂકે વેબસાઇટે એક સૂત્રના હવાલાથી જણાવ્યું - ગાગાએ ફિલ્મમાં પોતાના દૃશ્યનું શૂટિંગ માટે આવતા વર્ષના આરંભે એક દિવસનો સમય આપવાનો વાયદો કર્યો છે. તેમને બ્રિટન સાથે બહુ પ્રેમ છે અને તેથી તેમને મનાવવામાં વધુ સમય ન લાગ્યો.
વૉને લૅડી ગાગા ઉપરાંત ડેવિડ બેકહમ, એડીલે, ટેલર સ્વિફ્ટ તથા એલ્ટન જૉન જેવી હસ્તીઓને પણ મહેમાન કલાકાર તરીકે લીધા છે. જોકે આજકાલ લૅડી ગાગનો સિતારો બુલંદીએ છે. ગાગાએ ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલ સૌથી વધુ કમાણી કરનાર હસ્તીઓમાં ટોચના 30માં સ્થાન મેળવ્યું છે.












Click it and Unblock the Notifications
