ઑગસ્ટમાં કમબૅક કરશે પૉપ સિંગર લૅડી ગાગા
મુંબઈ, 25 મે : હૉલીવુડ પૉપ ગાયિકા લૅડી ગાગા તાજેતરમાં જ સર્જરીમાંથી પસાર થયાં છે અને તેઓ કદાચ ન્યુયૉર્ક ખાતે ઑગસ્ટ માસે યોજાનાર બેયોંસે નોલ્સના સોમાં પ્રસ્તુતિ આપશે.

ગાગા આ શો વડે કમબૅક કરવાની તૈયારી કરી રહ્યાં છે. જો આ સમાચાર સાચા ગણવામાં આવે, તો ફેબ્રુઆરીમાં થયેલ તેમની સર્જરી બાદ આ તેમનું મોટું સંગીત કાર્યક્રમ હશે.
મળતી માહિતી મુજબ લૅડી ગાગાના કમબૅક અંગેની આ ચર્ચા બેંયોંસે નોલ્સના શો સાથે જોડાયેલ એક વેબસાઇટ સાંગકિક દ્વારા મોકલાયેલ મેલના કારણે શરૂ થઈ છે કે જેમાં કહેવાયું છે કે ગાગા 3જી ઑગસ્ટે ક્વીન બી સાથે પરફૉર્મ કરશે. બેયોંસે અને ગાગા સારા મિત્રો છે તથા આ બંને 2010માં ટેલીફોન શો સાથે કરી ચુક્યાં છે.












Click it and Unblock the Notifications
