હૉલીવુડની બનતી-બગડતી જોડીઓ... સેલેના, બીબર, રિહાના, ડ્રેક...

જસ્ટિન બીબર અને સેલેના ગોમ્ઝ ફરી સાથે આવી ગયા છે. હૉલીવુડમાં આજકાલ બીબર-ગોમ્ઝની ચર્ચાઓ પુરજોશમાં ચાલી રહી છે, કારણ કે બ્રેક-અપ બાદ આ જોડી ફરી નજીક આવી છે.

જસ્ટિન બીબર અને સેલેના ગોમ્ઝના પુનર્મિલનના આ બનાવે આપણને કેટલીક એવી હૉલીવુડ સેલિબ્રિટીઓની યાદ અપાવી દીધી છે કે જેમના સંબંધોમાં અનેક વખત આવા ઑન-ઑફ વળાંકો આવ્યા છે. દાખલા તરીકે ક્રિસ બ્રાઉન તથા તેમના મૉડેલ ગર્લફ્રેન્ડ કરુએચ ટ્રૅન વચ્ચેના સંબંધો સમાપ્ત થઈ ગયા હતાં, પરંતુ થોડાક દિવસ પહેલા જ બંનેને ફરી સાથે જોવામાં આવ્યા છે. કરુએચ અગાઉ ક્રિસ બ્રાઉનના સંબંધો રિહાના સાથે હતાં. જોકે રિહાના ડ્રેક સાથે લિંક-અપ થઈ ગયાં.

ચાલો તસવીરો સાથે જોઇએ હૉલીવુડની ઑન-અગેન ઑફ-અગેન સેલિબ્રિટીઓ :

જસ્ટિન બીબર-સેલેના ગોમ્ઝ

જસ્ટિન બીબર-સેલેના ગોમ્ઝ

જેલેના તરીકે જાણીતી જસ્ટિન બીબર અને સેલેના ગોમ્ઝની જોડી ફરી ટૉક ઑફ ધ ટાઉન છે, કારણ કે અગાઉ બંને વચ્ચે સંબંધો હતાં, પછી તે બ્રેક થયાં અને હવે બંને પુનઃ સાથે છે.

રિહાના-ડ્રેક

રિહાના-ડ્રેક

રિહાના અને ડ્રેક વધુ એક ઑન-અગેન અને ઑફ-અગેન કપલ છે. રિહાના હાલમાં ડ્રેક સાથે પાર્ટી કરતા દેખાય છે.

ક્રિસ બ્રાઉન-કરુએચ ટ્રૅન

ક્રિસ બ્રાઉન-કરુએચ ટ્રૅન

રિહાના સાથે લિંક્ડ થયેલ ક્રિસ બ્રાઉન જ્યારે કરુએચ ટ્રૅને સાથે ડેટિંગ શરૂ કર્યુ, ત્યારે ચર્ચાસ્પદ બન્યા હતાં. દરમિયાન ક્રિસ-કરુએચે પોતાના સંબંધો સમાપ્ત કર્યા અને ફરીથી શરૂ પણ કર્યા.

જેનિફર લોપેઝ અને કાસ્પર સ્માર્ટ

જેનિફર લોપેઝ અને કાસ્પર સ્માર્ટ

જેનિફર લોપેઝ પોતાના સંબંધો અંગે ચર્ચામાં રહે છે. હાલમાં જેનિફર કાસ્પર સ્માર્ટ સાથે સંબંધ ધરાવે છે.

ચેલેસા હૅન્ડલર અને એન્ડ્રે બૅલાઝ્સ

ચેલેસા હૅન્ડલર અને એન્ડ્રે બૅલાઝ્સ

બંને ડેટિંગ કરતા હતાં, પછી જુદા થયાં અને પુનઃ સાથે છે.

હિલેરી ડફ અને માઇક કૉમ્રી

હિલેરી ડફ અને માઇક કૉમ્રી

હિલેરી તથા તેમના એસ્ટ્રૅન્જ્ડ હસબૅન્ડ મિશેલે સંબંધો સમાપ્ત કર્યાં, તો હિલેરી હવે માઇક ક્રૉમી સાથે ડેટિંગ કરતા જણાય છે.

એવન રચેલ વુડ તથા જેમી બેલ

એવન રચેલ વુડ તથા જેમી બેલ

2005માં વેક મી અપ વ્હેન સપ્ટેમ્બર એન્ડ્સ ફિલ્મના શૂટિંગ દરમિયાન એવન રચેલ વુડ અને જેમી બેલ મળ્યા હતાં. પછી બંને જુદા થયા અને વુડે મૅરીલિન મૅન્સન સાથે ડેટિંગ શરૂ કર્યુ. 2011માં વુડ અને બેલ ફરી સાથે આવ્યાં અને પછી વાત લગ્ન સુધી પહોંચી ગઈ. બંનેને એક બાળક પણ થયું. બે વરસ બાદ મે-2014માં આ યુગલ ફરી જુદુ થઈ ગયું.

ક્રિસ બ્રાઉન અને રિહાના

ક્રિસ બ્રાઉન અને રિહાના

ક્રિસ બ્રાઉન-રિહાના એક સમયે પ્રેમી પંખીડા હતાં. બંને વચ્ચેના સંબંધો પછી ઘણી વાર બગડ્યા અને સુધર્યાં. કેટલીક વાર રિહાના એકલા થઈ ગયાં અને ક્રિસે કરુએચે સાથે ડેટિંગ કર્યું, તો ગ્રૅમી ઍવૉર્ડ્સ-2013 દરમિયાન ક્રિસ અને રિહાના સાથે દેખાયાં. ક્રિસ હાલમાં કરુએચે સાથે ઑન-ઑફ રિલેશનશિપ ધરાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X