Oscar વિજેતા અભિનેતા અને કૉમેડિયન રૉબિન વિલિયમ્સનું શંકાસ્પદ મોત

એક મોટી અને દુઃખદ સમાચાર હૉલીવુડમાંથી આવ્યા છે. ઑસ્કાર વિનર હૉલીવુડ અભિનેતા રૉબિન વિલિયમ્સ પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યાં છે. પોલીસને આત્મહત્યાની શંકા છે. 63 વર્ષીય નાયાબ એક્ટર રૉબિન વિલિયમ્સ છેલ્લા કેટલાક વખતથી ડિપ્રેશનમાં હતાં અને તેમના મોતનું કારણ ડિપ્રેશન જ મનાઈ રહ્યું છે.

ન્યુયૉર્ક ટાઇમ્સના જણાવ્યા મુજબ પોલીસ અધિકારીઓએ સ્થાનિક સમય મુજબ સોમવારે સવારે 11.55 વાગ્યે 911 નંબર પર બનાવની માહિતી મળી. પોલીસના જણાવ્યા મુજબ આ એક સુસાઇડનો કેસ લાગે છે, પણ હાલના તબક્કે આ બાબતની પુષ્ટિ નથી થઈ.

નોંધનીય છે કે 1997માં એંટરટેનમેંટ વીકલી મૅગેઝીને રૉબિન વિલિયમ્સને સૌથી હસોડા હયાત વ્યક્તિની ઉપાધિથી નવાજ્યા હતાં. આ ઉપરાંત રૉબિન વિલિયમ્સને 1997માં રિલીઝ થયેલી ફિલ્મ ગુડવિલ હંટિંગ માટે સર્વશ્રેષ્ઠ સહ-અભિનેતાનો ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો હતો. માત્ર દેશમાં જ નહીં, પણ વિદેશોમાં પણ તેમના બહુ બધા ફૅન્સ છે. રૉબિન વિલિયમ્સને લોકો ફિશર કિંગ, ડેડ પોઇટ્સ સોસાયટી, ગુડ મૉર્નિંગ, વિયેતનામ, વન નાઇટ ઇન મ્યુઝિયમ તથા જુમાંજી જેવી ફિલ્મો માટે યાદ કરે છે.

રૉબિન વિલિયમ્સના અકાળે નિધન પર બૉલીવુડે પણ દુઃખ વ્યક્ત કર્યુ છે :

રૉબિન વિલિયમ્સનું શંકાસ્પદ મોત

રૉબિન વિલિયમ્સનું શંકાસ્પદ મોત

ઑસ્કાર વિનર હૉલીવુડ અભિનેતા રૉબિન વિલિયમ્સ પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યાં છે. પોલીસને આત્મહત્યાની શંકા છે. 63 વર્ષીય નાયાબ એક્ટર રૉબિન વિલિયમ્સ છેલ્લા કેટલાક વખતથી ડિપ્રેશનમાં હતાં અને તેમના મોતનું કારણ ડિપ્રેશન જ મનાઈ રહ્યું છે.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન

ઑહ કૅપ્ટન, માય... ટેરિબલ ન્યુઝ ઍબાઉટ ધ પાસિંગ ઑફ વન ઑફ માય ફૅવરિટ એક્ટર્સ. મિસ્ટર રૉબિન વિલિયમ્સ. આ પહેલો મોકો છે કે જ્યારે તેમણે સૌને રડાવ્યાં.

કરણ જૌહર

કરણ જૌહર

ધિસ ઇઝ જસ્ટ ટૂ સૅડ... રૉબિન વિલિયમ્સને શ્રદ્ધાંજલિ...

અનિલ કપૂર

અનિલ કપૂર

સ્ટન્ડ એન્ડ શૉક્ડ, મિસિસ ડબલફાયર, ડેડ પોએટ્સ સોસાયટી, ગુડવિલ હંટિંગ... રૉબિનને શ્રદ્ધાંજલિ. ઓરિજિનલ ટુ ધ કોર!

રણદીપ હુડા

રણદીપ હુડા

RIP Robin Williams. Damn man! This ain't funny.. May you find your peace and laugh at the world from above ..

નેહા ધુપિયા

નેહા ધુપિયા

RIP Robin Williams, આપ પોતાના હાસ્ય સંબંધી અનેક પરફૉર્મન્સિસ સાથે અમને છોડી ગયાં, પણ આપ બહુ જલ્દી ચાલ્યા ગયાં. સો સૅડ...

દીયા મિર્ઝા

દીયા મિર્ઝા

મારૂં બાળપણ ડબલફાયર, ફ્લબર, જુમાંજી અને તેમની એવી અનેક ફિલ્મો વગર અધુરૂ રહ્યુ હોત.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અમને હસાવનાર અમને રડાવી ગયાં. એક મહાન અભિનેતા અને કૉમેડિયન. એક્ટર્સ આર સો ડિસેપ્ટિવ... (RIP Robin Williams)

બિપાશા બાસુ

બિપાશા બાસુ

હાર્ટબ્રોકન એન્ડ શૉક્ડ. RIP Robin Williams.

Oops Deepika

Oops Deepika

દીપિકા પાદુકોણેની લેટેસ્ટ ઉપ્સ મોમેંટ જોવા ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X