માતા સાથે સમાધાન કરી જન્મ દિવસ ઉજવ્યો પેરિસ જૅક્સને
સ્વર્ગસ્થ પૉપ સ્ટાર માયકલ જૅક્સનની પુત્રી પેરિસ જૅઍક્સને પોતાના 15મા જન્મ દિવસે માતા સાથેના મતભેદો ભુલાવી સમાધાન કરી લીધું છે. પેરિસે પોતાનો 15મો જન્મ દિવસ પોતાના માતા સાથે ઉજવ્યો.

ગત 3જી એપ્રિલના રોજ 15 વરસની થયેલી પેરિસે પોતાનો જન્મ દિવસ કૅલિફોર્નિયાના એક રેસ્ટોરંટ ખાતે પોતાના માતા ડેબી રોવ (54) સાથે ઉજવ્યો અને પ્રથમ વાર તેમના ગળે ભેટી પડી. રોવે પોતાના પતિ પૉપ સિંગર માયકલ જૅક્સનના મોત બાદ પેરિસના કાયેદસરના વાલી હોવાની જવાબદારી નહોતી ઉપાડી.
વેબસાઇટ ધ સન ડૉટ કો ડૉટ યૂકેના જણાવ્યા મુજબ પેરિસે જણાવ્યું - હું હવે માતા સાથે રહુ છું, તેથી અમારી સાથે સલામતી ગાર્ડ્સ નથી. આ એક સારી બાબત છે.












Click it and Unblock the Notifications
