Quantico વિવાદ પર પ્રિયંકા ચોપરાએ માફી માંગી

બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપરા હાલમાં તેની હોલિવુડ ટેલિવિઝન સિરીઝ કવોન્ટિકો ત્રીજા સીઝન માટે લોકોના નિશાને છે.

બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપરા હાલમાં તેની હોલિવુડ ટેલિવિઝન સિરીઝ કવોન્ટિકો ત્રીજા સીઝન માટે લોકોના નિશાને છે. જેનું કારણ છે કે આ શૉના એક એપિસોડમાં ભારતીયને આતંકવાદી તરીકે દેખાવવામાં આવ્યો છે. જેને કારણે ભારતીય ફેન્સ ખુબ જ નારાજ છે. તેઓ સોશ્યિલ મીડિયા પર પ્રિયંકા ચોપરાને ટ્રોલ કરી રહ્યા છે. લોકોની નારાજગી જોઈને આખરે પ્રિયંકા ચોપરા ઘ્વારા આ મામલે ટવિટ કરવામાં આવ્યું છે.

Quantico વિવાદ પર પ્રિયંકા ચોપરાએ માફી માંગી

પ્રિયંકા ચોપરાએ કવોન્ટિકોમાં હિન્દૂ આતંકવાદ સાથે જોડાયેલા એક દ્રશ્ય માટે માફી માંગી છે. તેમને ટવિટ કર્યું કે કવોન્ટિકોના વિવાદિત એપિસોડ ઘ્વારા લોકોની ભાવના દુભાઈ છે. જેના માટે તેઓ દુઃખી છે અને માંફી માંગે છે. તેમનો ઈરાદો ક્યારેય પણ કોઈની ભાવના દુભાવવા માટે નથી. મને એક ભારતીય હોવા માટે ગર્વ છે અને હંમેશા રહેશે.

શૉમાં ભારતીયને આતંકવાદી બતાવ્યો

શૉમાં ભારતીયને આતંકવાદી બતાવ્યો

આપણે જણાવી દઈએ કે હોલિવુડ ટેલિવિઝન સિરીઝ કવોન્ટિકો ત્રીજા સીઝનમાં બતાવવામાં આવ્યું છે કે એક ભારતીય ન્યુયોર્કમાં આતંકવાદી ઘટનાની પ્લાંનિંગ કરી રહ્યો છે. આ એપિસોડ 1 જૂને ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારપછી લોકો પ્રિયંકા ચોપરા પર ગુસ્સે થયા હતા. લોકોનો ગુસ્સો જોઈને આખરે આજે પ્રિયંકા ચોપરા ઘ્વારા માફી માંગી લેવામાં આવી છે.

આખરે શુ હતું એપિસોડમાં

આખરે શુ હતું એપિસોડમાં

શૉમાં બતાવવામાં આવ્યું છે કે ન્યુયોર્કમાં ભારત અને પાકિસ્તાન સમિટ થવા જઈ રહી છે. ત્યારે જ એમઆઇટી પ્રોફેસર યુરેનિયમ લઈને એક ન્યુક્લિયર બૉમ્બ બનાવવા માટે પ્લાન કરે છે. આ હિન્દૂ પ્રોફેસર આ પ્લાન ઘ્વારા પાકિસ્તાનને તેમાં ફસાવવાની આશા રાખે છે.

Quantico વિવાદ પર નિર્માતાઓ ઘ્વારા પણ માફી માંગવામાં આવી

Quantico વિવાદ પર નિર્માતાઓ ઘ્વારા પણ માફી માંગવામાં આવી

જયારે એપિસોડ ટેલિકાસ્ટ થયો ત્યારે લોકો પ્રિયંકા ચોપરાને આડે હાથ લેવા લાગ્યા. ત્યારે નિર્માતાઓ ઘ્વારા માફી માંગવામાં આવી અને જણાવવામાં આવ્યું કે તેની પાછળ પ્રિયંકા ચોપરાનો કોઈ જ હાથ નથી. તેમને માફી માંગતા જણાવ્યું કે ટેલિવિઝનની સ્ટોરી લાઈનમાં પ્રિયંકાનો કોઈ જ હાથ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X