Pics : અદ્ભુત ટેક્નોલૉજી ધરાવતી ફિલ્મ કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર
લૉસ એંજલ્સ, 28 જાન્યુઆરી : હૉલીવુડ અભિનેતા રૉબર્ટ રેડફોર્ડ ફિલ્મ કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જરમાં નજરે પડવાનાં છે. રેડફોર્ડનું કહેવું છે કે તેમણે ફિલ્મ નિર્માણની ઉન્નત ટેક્નિકનો અનુભવ કરવા માટે કરી છે.
એંટરટેનમેંટ વીકલીના જણાવ્યા મુજબ રૉબર્ટ રેડફોર્ડે જણાવ્યું - ફિલ્મ કરવાના કારણોમાંનું એક કારણ એ હતું કે હું ફિલ્મ નિર્માણના નવા રૂપનો અનુભવ કરવા માંગતો હતો કે જ્યાં ટેક્નોલૉજીના માધ્યમ વડે તમે જીવંત પાત્રોને કાર્ટૂન પાત્રોમાં લાવો છે.
77 વર્ષીય રેડફોર્ડે જણાવ્યું - હાઈ ટેક્નોલૉજી વડે નિર્મિત ધ એવેંજર્સ શ્રેણી ફિલ્મ નિર્માણના નવા રૂપે મોટી ભૂમિકા ભજવી રહી છે. તેથી હું તેનો અનુભવ કરવા માંગતો હતો. હું બસ તેને જાણવા માગતો હતો અને મારી પાસે આ તક હતી. તેથી મારા માટે આ મારી પસંદગીના અનુભવ માટે નવા ક્ષેત્રે પ્રવેશ કરવા જેવું હતું.
ચાલો બતાવીએ હૉલીવુડ ફિલ્મ કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જરની તસવીરી ઝલક :

પોસ્ટર
કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર એક હૉલીવુડ ફિલ્મ છે કે જેનું પોસ્ટર લૉન્ચ થઈ ગયું છે.

એંથૉની-જોએ દિગ્દર્શક
કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર ફિલ્મનું દિગ્દર્શન એંથૉની રુસો અને જોએ રુસો કરી રહ્યાં છે.

જૅક્સન લીડ રોલમાં
કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર ફિલ્મમાં ક્રિસ એવન્સ, એમિલી વૅનકૅમ્પ, સ્કારલેટ જ્હૉન્સન, સૅમ્યુઅલ એલ જૅક્સન લીડ રોલ કરી રહ્યાં છે.

એપ્રિલમાં રિલીઝ
કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર ફિલ્મ 4થી એપ્રિલ, 2014ના રોજ રિલીઝ થવાની છે.

અનુભવ માટે કરી ફિલ્મ
હૉલીવુડ અભિનેતા 77 વર્ષીય રૉબર્ટ રેડફોર્ડ પણ ફિલ્મ કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જરમાં નજરે પડવાનાં છે. રેડફોર્ડનું કહેવું છે કે તેમણે ફિલ્મ નિર્માણની ઉન્નત ટેક્નિકનો અનુભવ કરવા માટે કરી છે.












Click it and Unblock the Notifications
