હૉલીવુડ ગાયિકા રિહાના સગર્ભા હોવાની અટકળો
લૉસ ઍંજેલિસ, 20 એપ્રિલ : ફરી એક વાર જાણીતા હૉલીવુડ ગાયિકા અને મૉડેલ રિહાના ચર્ચામાં છે. રિહાના વિશે અફવાઓ ફેલાઈ છે કે તેઓ માતા બનવાના છે. પોતાના સંગીત પ્રવાસ ડાયમંડ વર્લ્ડ ટૂરના કાર્યક્રમોની કેટલીક તારીખો રદ્દ કર્યા બાદ તેઓ સગર્ભા હોવાની અટકળો લગાવાઈ રહી છે.

ધ સન ડૉટ કો ડૉટ યૂકે મુજબ 25 વર્ષીય રિહાના રૅપર ક્રિસ બ્રાઉન સાથે રિલેશનશિપમાં છે. જાણવા મળે છે કે હાલ રિહાના ડૉક્ટર્સને ત્યાં કંઇક વધારે જ ચક્કર લગાવી રહ્યાં છે. થોડાંક દિવસ અગાઉ જ રિહાનાએ માતા બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને બ્રાઉન સાથે પરિવારના વિસ્તારનો ઇનકાર નહોતો કર્યો.
એલી પત્રિકાના જણાવ્યા મુજબ રિહાનાએ જણાવ્યું - આવતા પાંચ વર્ષોમાં હું ઓછામાં ઓછા એક બાળકની માતા હોઇશ. હવે અમે મૅચ્યોર થઈ ચુક્યાં છે અને આ જ યોગ્ય સમય છે. અમે અમારા સંબંધોની નવી શરુઆત કરી છે અને હું તેનાથી ખુશ છું.












Click it and Unblock the Notifications
