દુનિયાભરમાં લોકપ્રિય 'ટારઝન'નુ વિમાન દૂર્ઘટનામાં નિધન, પત્ની સહિત અન્ય 5ના પણ મોત
શનિવારે એક વિમાન દૂર્ઘટનામાં 'ટાર્ઝનઃ ધ એપિક એડવેંચર્સ' ના અભિનેતા જે લારાનુ નિધન થઈ ગયુ.
નવી દિલ્લીઃ બૉલિવુડ સાથે હૉલિવુડ માટે પણ આ વર્ષ ઘણુ દુઃખદ જઈ રહ્યુ છે. એક તરફ ફિલ્મોના શૂટિંગ બરાબર નથી થઈ રહ્યા જ્યારે બીજી તરફ બંને જગ્યાએથી કોઈને કોઈ ખરાબ સમાચાર આવી રહ્યા છે. હજુ 5 દિવસ પહેલા જ અભિનેતા કોવિન ક્લાર્કનુ નિધન થયુ હતુ. એ દુઃખથી હૉલિવુડ હજુ બહાર નથી આવ્યુ ત્યાં શનિવારે એક વિમાન દૂર્ઘટનામાં 'ટાર્ઝનઃ ધ એપિક એડવેંચર્સ' ના અભિનેતા જે લારાનુ નિધન થઈ ગયુ.

ઝીલમાં જઈને પડ્યુ વિમાન
માહિતી અનુસાર જો લારા ટેનેસીમાં એક પ્રાઈવેટ જેટમાં સવાર હતી. તેમની સાથે તેમની પત્ની અને 5 લોકો પણ હતા. બધા વિમાનની સવારી કરી રહ્યા હતા ત્યારે અચાનક તે બેકાબુ થઈને ઝીલમાં જઈને પડ્યુ જેમાં વિમાનના ફૂરચા ઉડી ગયા. આ ઘટનામાં લારા, તેમની પત્ની સહિત કુલ 7 લોકોના મોત થઈ ગયા. દૂર્ઘટનાનુ કારણ ટેકનિકલ ખામી જણાવાઈ રહી છે પરંતુ હજુ સુધી તપાસ એજન્સીઓને તેનો સ્પષ્ટ રિપોર્ટ મળી શક્યો નથી.

પ્લેનમાં લાગી ગઈ હતી આગ
એક અધિકારીએ જણાવ્યુ કે શનિવારે સેસના 501 વિમાને નૈશવિલેની બહાર સ્મિર્ના એરપોર્ટથી ઉડાન ભરી હતી. દૂર્ઘટના બાદ પ્લેનમાં આગ લાગી ગઈ. ત્યારબાદ સ્થાનિક પ્રશાસને ઘણી ટીમો મોકલીને રાતભર રેસ્ક્યુ ઑપરેશન ચલાવ્યુ પરંતુ ત્યાં સુધી 7 લોકોના મોત થઈ ચૂક્યા હતા. મૃતકોની ઓળખ બ્રાંડન હાના, ગ્વેન એસ લારા, વિલિયમ જે લારા, ડેવિડ એલ માર્ટિન, જેનિફર જે માર્ટિન, જેસ્સિકા વાલ્ટર્સ અને જોનાથન વૉલ્ટર્સ તરીકે થઈ છે. આમાં લારા સાથે એક ઈસાઈ ધર્મ ગુરુ પણ હતા. હાલમાં તપાસ ટીમો ઝીલમાંથી કાટમાળને કાઢવાની કોશિશ કરી રહી છે.

પાછળ છોડી ગયા 3 બાળકો
લારાના પરિવારમાં તેમના ત્રણ બાળકો હતા જે હવે અનાથ થઈ ચૂક્યા છે. ટારઝનને તેમની એક્ટિંગ માટે હંમેશા યાદ કરવામાં આવશે. જેમાં 1996થી 2000 વચ્ચે તેમણે 22 એપિસોડ કર્યા અને રાજાની ભૂમિકા નિભાવી. તેમણે સ્ટીલ ફ્રંટિયર', 'સનસેટ હીટ', 'ગનસ્મોકઃ ધ લાસ્ટ અપાચે', 'અમેરિકન સાઈબોર્ગઃ સ્ટીલ વૉરિયર', 'ધ મેગ્નીફિશન્ટ સેવન', 'બેવૉચ' જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ હતુ. તેમના નિધન બાદથી હૉલિવુડમાં શોકની લહેર છે.












Click it and Unblock the Notifications
