For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેનેટ બૉક્સ ઑફિસ- ભારતમાં બીજા વીકેંડ પર લાઈફટાઈમ કલેક્શન નજીક, જાણો કેટલી કમાણી કરી

ટેનેટ બૉક્સ ઑફિસ- ભારતમાં બીજા વીકેંડ પર લાઈફટાઈમ કલેક્શન નજીક, જાણો કેટલી કમાણી કરી

|
Google Oneindia Gujarati News

ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ટેનેટનો દર્શકો આતુરતાથી ઈંતેજાર કરી રહ્યા હતા અને 4 ડિસેમ્બરે રિલીઝ થયેલ આ ફિલ્મ ભારતમાં પોતાના બીજા વીકેંડમાં એન્ટ્રી લઈ ચૂકી છે. જ્યાં અત્યાર સુધી ફિલ્મે હિંદીમાં 1.5 કરોડની ઓપનિંગ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ જલદી જ બૉક્સ ઑફિસ પર પોતાના આંકડા સમેટી લેશે.

ઉલ્લેખનીય છે કે ટેનેટ ભારતમાં 1000 સ્ક્રીન પર રિલીઝ થઈ અને માનવામાં આવી રહ્યું હતું કે ક્રિસ્ટોફર નોલાનના ફેન્સ ફિલ્મને સફળ બનાવવામાં કોઈ કસર નહિ છોડે.

દર્શકો ઘટ્યા

દર્શકો ઘટ્યા

પરંતુ ઉમ્મીદ મુજબ દર્શકો સિનેમાઘરે નહોતા પહોંચ્યા. જો કે ફિલ્મમાં ડિંપલ કપાડિયાના ખુબ વખાણ બાદ બીજા અઠવાડિયે આ સંખ્યામાં વધારો થયો છે. પરંતુ એવું કહેવામાં કંઈ ખોટું નહિ હોય કે બૉક્સ ઑફિસ પર ફિલ્મ પોતાના અંતિમ શ્વાસ લઈ રહી છે. ટેનેટની બૉક્સ ઑફિસ રિપોર્ટ અહીં જાણો...

ઓપનિંગ ધીમી રહી

ઓપનિંગ ધીમી રહી

ઉલ્લેખનીય છે કે 4 ડિસેમ્બરે શુક્રવારે ઓપનિંગ સાથે જ ટેનેટે 1.5 કરોડની કમાણી કરી લીધી હતી. જેમાંથી 20 લાખની કમાણી માત્ર હિંદી ભાષાથી જ હતી. બાકીની કમાણી અંગ્રેજી રિલીઝની હતી.

4.5 કરોડનું વીકેંડ

4.5 કરોડનું વીકેંડ

ટેનેટે પોતાના પહેલા વીકેંડમાં 4.5 કરોડની કમાણી કરી. જો કે માનવામાં આવી રહ્યું છે કે સામાન્ય સ્થિતિમાં ભારતમાં આનાથી વધુ ફિલ્મની ઓપનિંગ થાત.

7 કરોડનો પહેલું અઠવાડિયું

7 કરોડનો પહેલું અઠવાડિયું

પહેલા અઠવાડિયે ટેનેટે લગભગ 7 કરોડની કમાણી કરી. હવે બીજા શુક્રવાર બાદ શનિવારની કમાણીના આંકડા આવવાના હજી બાકી છે. પરંતુ આ કમાણી ભારત માટે એક ઝાટકો છે.

જલદી જ લાઈફ ટાઈમ

જલદી જ લાઈફ ટાઈમ

જે ગતિએ ટેનેટની કમાણી ચાલી રહી છે, આંકડાનું માનીએ તો ફિલ્મ ભારતમાં માત્ર 10 કરોડનું જ લાઈફટાઈમ કલેક્શન કરી શકે છે. જ્યારે સામાન્ય સ્થિતિમાં આ આંકડા, ફિલ્મના વીકેંડમાં જ નીકળી જાત.

300 મિલિયનની કમાણી

300 મિલિયનની કમાણી

ઉલ્લેખનીય છે કે ફિલ્મ 300 મિલિયનની વર્લ્ડવાઈડ કમાણી પહેલેથી જ કરી ચૂકી છે. જે ભારતના આંકડાના હિસાબે લગભગ 2200 કરોડની કમાણી છે.

200 મિલિયનનું બજેટ

200 મિલિયનનું બજેટ

જો કે ટેનેટ એક મોંઘી ફિલ્મ છે. જેને 200 મિલિયનના ભવ્ય બજેટ પર બનાવવામાં આવી છે પરંતુ સિનેમાઘરો સુધી દર્શકોની સંખ્યા સીમિત થયા બાદ જબરા ફાયદાની ઉમ્મીદ કરવી બેનામી થશે.

લીક થઈ ચૂકી છે ફિલ્મ

લીક થઈ ચૂકી છે ફિલ્મ

વાત કરીએ ભારતમાં થઈ રહેલ કલેક્શનની તો પહેલે જ ફિલ્મ હિન્દી અને અંગ્રેજીમાં લીક થઈ ચૂકી છે અને ધડાધડ ડાઉનલોડ થઈ રહી છે. એવામાં અપેક્ષા છે કે ટેનેટ 2 આંકડાની કમાણી પર પહોંચીને જ અટકી જશે.

English summary
Tenet Box Office - Near Lifetime Collection on Second Weekend in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X