ઇનહેરેંટ વાઇસમાં પુનઃ ચમકશે વિધરસ્પૂન-ફોનિક્સની જોડી
લૉસ એંજલ્સ, 18 મે : હૉલીવુડ અભિનેત્રી રીઝે વિધરસ્પૂન તથા અભિનેતા જોકિન ફોનિક્સની જોડી ક્રાઇમ આધારિત એક ફિલ્મમાં પુનઃ સાથે નજરે પડશે. આ ફિલ્મનું દિગ્દર્શન પૉલ થૉમસ કરશે.

મળતી માહિતી મુજબ વિધરસ્પૂન-ફોનિક્સની આ ચર્ચિત જોડી છેલ્લે 2005માં આવેલી વૉક ધ લાઇન ફિલ્મમાં દેખાઈ હતી અને આ ફિલ્મ માટે વિધરસ્પૂનને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીના ઑસ્કાર ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતાં. આ જોડી હવે ક્રાઇમ આધારિત ફિલ્મ ઇનહેરેંટ વાઇસમાં પુનઃ કામ કરશે.
ઇનહેરેંટ વાઇસ ફિલ્મ થૉમસ પિનચૉનની 2009ની આ જ નામે પ્રસિદ્ધ થયેલ નવલકથા પર આધારિત છે. ફિલ્મમાં ફોનિક્સ એક જાસૂસ જૉક સ્પોર્ટેલોની ભૂમિકા ભજવશે કે જે 1970માં લૉસ એંજલ્સમાંથી ગુમ થયેલ એક વ્યક્તિના કેસ ઉપર કામ કરે છે. ફિલ્મમાં રીઝે વિધરસ્પૂન તથા જોકિન ફોનિક્સ ઉપરાંત માર્ટિન શૉર્ટ, ઓવન વિલ્સન તથા બેનિસિયો ડેલ ટોરો પણ હશે.












Click it and Unblock the Notifications
