અભિષેક બચ્ચન પહેલી વાર પહેરશે એંકરની હૅટ
મુંબઈ, 4 જાન્યુઆરી : બોલ બચ્ચન ફિલ્મમાં દર્શકોને હસાવનાર જૂનિયર બચ્ચન પોતાની કૅપમાં વધુ એક પીંછુ ઉમેરવા તૈયાર છે. તેઓ રીતેશ દેશમુખ સાથે ઝી સિને ઍવૉર્ડ્સ 2013ને હોસ્ટ કરવા તૈયાર છે. યશ સ્ટુડિયોમાં આ ખાસ દિવસની તૈયારીઓમાં વ્યસ્ત અભિષેક બચ્ચને જણાવ્યું - હું આ વર્ષે ઝી સિને ઍવૉર્ડ્સનો ભાગ બની ખૂબ ખુશ છું. આ વખતે હું પોતાના મિત્ર તથા ભાઈ રીતેશ દેશમુખ સાથે શોને હોસ્ટ કરીશ.

અભિષેક બચ્ચને જણાવ્યું - લગભગ 15 વરસ બાદ ઝી સિને ઍવૉર્ડ્સની મુંબઈ વાપસી થઈ રહી છે અને અમારા પ્રયત્નો દર્શકો માટે મનોરંજક હશે. અમે પોતાના દર્શકો માટે ફિલ્મો બનાવીએ છીએ. તેમના પ્યાર કે ટેકા વગર હકીકતમાં અમે કંઈ જ નથી. ઝી સિને ઑવૉર્ડ્સનો આ જ મુખ્ય મુદ્દો છે. દર્શકોએ મને અને રીતેશને એક સાથ ફિલ્મોમાં ખૂબ વખાણ્યાં છે અને હવે આશા છે કે ઝી સિને ઍવૉર્ડ્સમાં પણ અમારી જોડી સૌને ગમશે. આની પાછળ એક કારણ એ પણ છે કે અમે હકીકતમાં આ માટે ખૂબ પરસેવો વહાવી રહ્યાં છીએ.
રીતેશ દેશમુખે પણ અભિષેક સાથે સૂર પુરાવતા જણાવ્યું - અભિ અને હું પહેલી વાર એક સાથે કોઈ ઍવૉર્ડ કાર્યક્રમ હોસ્ટ કરવા જઈ રહ્યાં છીએ. અમે આ તક આપવા બદલ ઝી સિને ઍવૉર્ડ્સનો આભાર. ઝીએ અમારા ખભે મોટી જવાબદારી મૂકી છે અને અમને આશા છે કે અમે દર્શકોનું ભરપૂર મનોરંજન કરવામાં સક્સેસ રહીશું.
દરમિયાન આ સમારંભમાં જે સિને સ્ટાર્સ હાજર રહેવાના છે તેમાં શાહરુખ ખાન, અનુષ્કા શર્મા, કૅટરીના કૈફ, દીપિકા પાદુકોણે, આયુષ્માન ખુરાનાનો સમાવેશ થાય છે. આ સમારંભ 6ઠી જાન્યુઆરીએ મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં યોજાશે અને તેનું પ્રસારણ ઝી ટીવી ઉપર 20મી જાન્યુઆરીના રોજ રાત્રે આઠ વાગ્યે થશે.
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
