મુંબઈ, 30 નવેમ્બર : ઝી ટીવી પર આગામી 3જી ડિસેમ્બરથી દર રોજ રાત્રે 10 વાગ્યે આવી રહી છે નવી સીરિયલ સતરંગી સસુરાલ. આ નવા શોમાં જોવા મળશે એક એવુ સાસરૂં કે જ્યાં એક નહીં, બે નહીં, પણ સાત-સાત સાસુઓ છે.
હવે જોવાનું એ છે કે સતરંગી સસુરાલ ધરાવતા આ ઘરમાં આવનાર વહુ કઈ રીતે પોતાની જાતને એડજસ્ટ કરી શકશે. સીરિલયના પ્રોમોમાં અનેક જાણીતા ચહેરા દેખાય છે, પરંતુ સૌથી મહત્વનો ચહેરો છે ફરીદા જલાલનો.
તાજેતરમાં જ સતરંગી સસુરાલ ટેલીવિઝન સીરિયલ લૉન્ચ પણ કરવામાં આવી. આ સીરિલયમાં ફરીદા જલાલ લીડ રોલમાં છે. ફિલ્મો અને સીરિલયોમાં પોતાની ચુલબુલી અને સંવેદનશીલ ભૂમિકાઓ માટે જાણીતા ફરીદા જલાલ ફરી એક વાર નાના પડદે દાદીમાંના રોલમાં નજરે પડશે.
ફરીદા જલાલ કહે છે કે આ ભૂમિકા તેમની અત્યાર સુધી ભજવેલી તમામ ભૂમિકાઓથી જુદી છે. અગાઉ દેખ ભાઈ દેખમાં પ્યારી ભાભી, શરારતમાં ચુલબુલી નાની તથા બાલિકા વધુમાં પણ દાદીના રોલ કરી ચુક્યા છે ફરીદા જલાલ.
સતરંગી સસુરાલ અંગે તેમનું કહેવું છે - આ સીરિયલનો વિષય ખૂબ જ જુદો અને અનોખો છે. હું તેમાં પરિવારની વડીલની ભૂમિકામાં છું અને આ મારા દ્વારા ભજવાયેલા અત્યાર સુધીના તમામ પાત્રો કરતા જુદું છે. આ પાત્ર ભજવતા મને ખૂબ મજા આવી રહી છે.
ફરીદાએ કહ્યું - સીરિલયનું નામ સતરંગી સસુરાલ એટલા માટે રાખવામાં આવ્યુ છે, કારણ કે તેમાં દરેક પાત્રના પોતાના રંગ અને ધર્મ છે. ઝી ટીવી પર હાલ કુમકુમ ભાગ્ય, જમાઈ રાજા જેવી ઘણી હિટ સીરિયલો ચાલી રહી છે. આશા છા કે સતરંગી સસુરાલ પણ લોકોને ગમશે.