Roadiesની કન્ટેસ્ટન્ટનો બોલ્ડ અંદાજ દેખાયો આ તસવીરોમાં
રોડીઝની એક્સ કન્ટેસ્ટન્ટ અને બ્યૂટિફુલ એક્ટ્રેસ સુઝાના મુખર્જીએ હાલમાં જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
રોડીઝની એક્સ કન્ટેસ્ટન્ટ તથા બ્યૂટિફુલ એક્ટ્રેસ સુઝાના મુખર્જીએ હાલમાં જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. પોતાની આ બોલ્ડ તસવીરોને કારણે તે આજ-કાલ ઘણી ચર્ચામાં છે. સુઝાનાની સુંદરતા અને બોલ્ડનેસ બંન્નેના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઇ રહ્યાં છે. તેના ફોટો શૂટની તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો
દરેક એક્ટ્રેસની માફક સુઝાના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે અવારનવાર પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેણે હાલમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.

વાયરલ થયું ફોટોશૂટ
સુઝાનાએ આ તસવીરો શેર કરતાં જ તેના ફેન્સની પ્રતિક્રિયાઓ શરૂ થઇ ગઇ હતી. ફેન્સને સુઝાનાનો બોલ્ડ અંદાજ ખૂબ પસંદ પડી રહ્યો છે. આ કારણે જ તેનું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.

રોડીઝ કન્ટેસ્ટન્ટ
સુઝાના રોડીઝ ટેલિવિઝન શોમાં ભાગ લઇ ચૂકી છે. વર્ષ 2009માં તે આ શોમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. તે આ શો જીતી ના શકી, પરંતુ આ શોને કારણે તેને એન્ટરટેઇન્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક ઓળખાણ ચોક્કસ મળી.

કૉમેડિયન પણ છે સુઝાના
સુઝાના ખૂબ ફની છે, તે સ્ટેન્ડઅપ કૉમેડિયન પણ છે. તે ઘણી વાર ગંભીર મુદ્દાઓ પર કૉમેડી કટાક્ષ કરતી હોય છે. ફેન્સને તેની આ વ્યંગાત્મક ટિપ્પણીઓ ખૂબ પસંદ પડે છે.

સિરિયલમાં પણ કર્યું છે કામ
વર્ષ 2009માં રોડીઝ શો દ્વારા ફેમસ થનાર સુઝાના ટીવી સિરિયલોમાં પણ કામ કરી ચૂકી છે. તેણે વર્ષ 2009માં જ ટીવી શો બસેરા તથા રૂમિઝ નામની સિરિયલમાં કામ કર્યું હતું. આ સિવાય તે રિયાલિટી શો ઇમોશનલ અત્યાચારમાં દેખાઇ ચૂકી છે.

ઇમરાન હાશ્મી સાથે કર્યું છે કામ
આ સિવાય તેણે બોલિવૂડમાં પણ પગ પેંસારો કર્યો છે. સુઝાના ઇમરાન હાશ્મીની ફિલ્મ રાઝ રિબૂટમાં જોવા મળી હતી. 22 યાર્ડ્સ, બદમાશિયાં, મોના ડાર્લિંગ જેવી ફિલ્મોમાં પણ દેખાઇ ચૂકી છે. આ સિવાય તેણે કેટલીક રશિયન-બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

યૂક્રેનની છે સુઝાના
સુઝાના મૂળ યૂક્રેનની છે. તે છેલ્લા ઘણા સમયથી મુંબઇમાં જ રહે છે. તે હાફ બેંગોલી અને હાફ રશિયન છે, તે યૂક્રેનિયન, રશિયન, બંગાળી, હિંદી, ઇંગ્લીશ અને મરાઠી ભાષાઓ બોલી શકે છે. તે તબ્બુ, પ્રિયંકા ચોપરા અને અમિતાભ બચ્ચનની ફેન છે.

અહીં વાંચો
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
