
OMG!!! અલીએ ધાબળા નીચેથી હાથ નાંખી સોનાલીની છેડતી કરી!!!
મુંબઈ, 28 ઑક્ટોબર : બિગ બૉસનું ઘર પહેલી જ સીઝનથી ઝગડા અને વિવાદથી ઘેરાયેલુ રહ્યું છે. ફરી એક વાર બિગ બૉસ 8નું ઘર વિવાદોથી ઘેરાતું લાગે છે. સોનાલી રાઉત તથા ગૌતમ ગુલાટી વચ્ચે ચાલી રહેલ પ્રેમ પ્રસંગ તથા સોની સિંહ તેમજ ઉપેન પટેલના કથિત ભાઈ-બહેનના સંબંધ તો ખૂબ જ ચર્ચામાં છે, પરંતુ હવે કંઇક એવો વિવાદ ઊભો થયો છે કે જે બહુ ગંભીર હોઈ શકે છે.
મળતી માહિતી મુજબ સોનાલીએ ઘરની અંદર કૅપ્ટન નૌશીન અલી સરદાર સામે છેડતીનો આરોપ મૂક્યો છે. સોનાલીના કહ્યા મુજબ રાત્રે જ્યારે બેડ પર ગૌતમ અને સોનાલી વાત કરતા હતા, ત્યારે અલી પણ ત્યાં આવી બેસી ગયાં અને તેમણે સોનાલીના પગમાં વિચિત્ર રીતે ગળગળિયા કર્યાં. સોનાલી તરત જ ઊભા થઈ ગયાં અને અલીને ચાર વાત સંભળાવી નિકળી ગયાં.
અલીએ વારંવાર સોનાલીને કહ્યું કે તેઓ તેમના મિત્ર છે અને તેમના મનમાં એવું કઈ નથી. માત્ર મૈત્રીના કારણે જ તેમણે તેમનો સ્પર્શ કર્યો, પણ સોનાલી ન માન્યાં.
ચાલો તસવીરો સાથે જાણીએ આ બનાવ :

અલીનું સોનાલીને સુચન
સોનાલી અને ગૌતમ એક જ બૅડ શૅર કરે છે. આ મુદ્દે અલીએ થોડાક દિવસ અગાઉ વાંધો ઉઠાવતાં સોનાલીને કહ્યું હતું કે તેઓ જુદા સૂવે. બીજા પણ બૅડ ખાલી પડ્યા છે, તો તેઓ અલગ કેમ નથી સૂતાં.

ગૌતમ-સોનાલીની વાતચીત
ગૌતમ અને સોનાલી રાત્રે બૅડ પર સૂતા-સૂતા વાતો કરી રહ્યા છે. મંગળવારની રાત્રે જ્યારે સોનાલી બૅડ પર આડા પડી ગૌતમ સાથે વાત કરતા હતાં, ત્યારે અલી પણ ત્યાં આવી બેસી ગયાં અને વાતો કરવા લાગ્યાં.

અલીએ સોનાલીને સ્પર્શ કર્યો
અચાનક જ સોનાલી ઊભા થઈ ગયાં અને અલીને કહેવા લાગ્યાં કે તેઓ આ રીતે તેમને સ્પર્શી ન શકે. અલી કહેવા લાગ્યા કે તેઓ મિત્રની જેમ સ્પર્શી રહ્યા હતાં.

સોનાલીએ કહ્યું તેઓ અલીના મિત્ર નથી
સોનાલીએ અલીને કહ્યું કે તેઓ તેમના એટલા નજીકના મિત્ર નથી કે તેઓ તેમને આ રીતે સ્પર્શી શકે.

ઘરવાળાઓ અલીની વિરુદ્ધ
આ વખતે ઘરવાળાઓ સોનાલીનો સાથ આપતા દેખાયાં અને તેમણે અલીને ખોટા ઠેરવ્યાં. આજના એપિસોડમાં આ ઘટના દર્શાવવામાં આવશે.

બોલતી તસવીર
બિગ બૉસની આ તસવીર ઘણુ બધુ કહી જાય છે.

અલીની માફી
સોનાલીના વિરોધ બાદ અલીએ તેમની પાસે પોતાના આવા વર્તન બદલ માફી માંગી હતી.