એસપી તરીકે નાના પડદે કમબૅક કરશે અમન વર્મા
મુંબઈ, 8 એપ્રિલ : ટેલીવિઝન જગતનું મોટું નામ છે અમન વર્મા. તેમણે નાના પડદે કૉમેડી, એક્શન તથા નેગેટિવ રોલ્સ કુશળતાપૂર્વક કર્યાં છે. પુનઃ એક વાર તેઓ નવા રૂપ-રંગ સાથે લોકો સામે પ્રકટ થનાર છે. ટેલીવિઝન શો હમને લી હૈ શપથ દ્વારા ટુંકમાં જ અમન વર્માની એન્ટ્રી થનાર છે. આ શોમાં અમન વર્મા એક એસપીના રોલમાં કડક ઑફિસર તરીકે નજરે પડનાર છે.
પહેલી વાર કોઇક ક્રાઇમ બેઝ્ડ પ્રોગ્રામમાં આવતાં અમન વર્માએ હાલ વાર્તા તથા એન્ટ્રી અંગે કોઈ ખુલાસો કર્યો નથી. એકતા કપૂર સાથે પ્રણય અંગે ચર્ચામાં રહેનાર અમન વર્માનો હમને લી હૈ શપથ શો લાઇફ ઓકે ચૅનલે પ્રસારિત થશે.
એકતા કપૂર સાથે પોતાના સંબંધો અંગે અમન વર્માએ ભૂતકાળમાં જણાવ્યું હતું - આ બધું બકવાસ છે. એ વાત સાચી છે કે એકતા કપૂરની સીરિયલો ઘર એક મંદિર તથા ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી દ્વારા તેમને ઓળખ મળી, પરંતુ એકતા મારા શોના માલકણ હતાં. હું શૂટિંગ દરમિયાન થોડીક જ મિનિટો માટે તેમને મળ્યો હતો. એકતા ખૂબ જ સફળ અને મહેનતુ વ્યક્તિ છે, તેમાં કોઈ શંકા નથી, પરંતુ થોડીક મિનિટોની મુલાકાતથી જ કોઈ કોઈનું પ્રેમી કે પ્રેમિકા બની નથી જાય, તો હું એકલો ન રહેત. મારી અને એકતા વચ્ચે કંઇ પણ નહોતું, નથી અને ક્યારેય હોઈ પણ ન શકે.
એકતા કપૂર સાથે નવા કામ કરવા અંગે અમન વર્મા કહે છે - જો તેઓ કોઈ પ્રપોઝલ મને આપે, તો હું જરૂર કરીશ. તેમની સાથે કામ કરવાની માત્ર એક જ શરત હોય છે કે આપે પાત્રમાં પ્રાણ પુરવામાં કચાસ ન છોડો. હું આમ કરી શકુ છું, પરંતુ એકતાનું કામ મને મારા કૌશલ્યથી મળશે, નહીં કે મિત્રતાના કારણે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના












Click it and Unblock the Notifications
