રાતોરાત કરોડપતિ બનવા માંગો છો? અમિતાભ બચ્ચને પૂછ્યો સવાલ
રાતોરાત કરોડપતિ બનવા માંગો છો? અમિતાભ બચ્ચને પૂછ્યો સવાલ
કૌન બનેગા કરોડપતિનું રજિસ્ટ્રેશન 1લી મે રાત્રે 9 વાગ્યેથી શરૂ થઈ ચૂક્યું છે. શો માટે અપ્લાય કરવા માટે દરરોજ રાત્રો 9 વાગ્યે સવાલ પૂછવામાં આવી રહ્યા છે. પહેલો સવાલ 1 મે બુધવારે પૂછવામાં આવ્યો. જણાવી દઈએ કે આ સવાલની સાથે જ રજિસ્ટ્રેશનની શરૂઆત પણ થઈ ગઈ હતી. 7 મે રાત્રે 9 વાગ્યે સાતમો સવાલ કરવામાં આવ્યો. આ સવાલનો સાચો જવાબ આપી તમે પણ કેબીસી માટે રજિસ્ટ્રેશન કરી શકો છો. અહીં રહ્યો સવાલ..

આપો આ સવાલનો જવાબ
ભારતય રેલવે દ્વારા ચલાવવામાં આવી રહેલ કઈ એક્સપ્રેસ ટ્રેને 2019માં પોતાના 50 વર્ષ પૂરાં કર્યાં?
A- શતાબ્દી એક્સપ્રેસ
B- રાજધાની એક્સપ્રેસ
C-- દુરંતો એક્સપ્રેસ
D- સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ

એસએમ એસ દ્વારા આપો જવાબ
ભાગ લેવા માટે એસએમએસ દ્વારા યૂઝર્સે પોતાના એસએમએસમાં KBC લખવાનું રહેશે પછી સ્પેસ આપી પોતાની ઉંમ લખવાની છે. જે બાદ સ્પેસ આપી તમારી ઝેન્ડર બતાવવાની રહેશે. ઉદાહણ તરીકે જો તમે 25 વર્ષીય પુરુષ છો તે KBC 25 M લખી 509093 પર મોકલવાનું છે.

એપ્લિકેશનથી જવાબ આપો
એપ્લિકેશન દ્વારા જવાબ આપવા માટે તમારે સૌથી પહેલા તમારા ફોનમાં સોની લિવ એપ ઈન્સ્ટોલ કરવાની છે. જે બાદ કેબીસીના રજિસ્ટ્રેશનવાળા વિકલ્પ પર જઈ માંગવામાં આવેલ તમામ જાણકારીઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે. જે બાદ તમે સાચો જવાબ આપી રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો.












Click it and Unblock the Notifications
