અમિતાભે મેળવ્યો બેસ્ટ ટીવી હોસ્ટનો ખિતાબ
મુંબઈ, 29 ઑક્ટોબર : ફિલ્મી કૅનવાસ પર તો અમિતાભ બચ્ચન શહેંશાહ છે જ, પરંતુ તેઓ ટેલીવિઝન ઉપર પણ સૌથી આગળ છે. તેનું સાક્ષાત દૃષ્ટાંત છે તેમને ટેલીવિઝનના બેસ્ટ હોસ્ટ તરીકેનો ઍવૉર્ડ મળવો. હા જી, અમિતાભ બચ્ચનને તેમના સૌથી ચર્ચિત ગેમ શો કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસી માટે સર્વશ્રેષ્ઠ ટેલીવિઝન હોસ્ટનો પીપલ્સ ચૉઇસ ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. બિગ બીને આ સન્માન કલર્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગત 27મી ઑક્ટોબરની રાત્રે આપવામાં આવ્યું.

અમિતાભે આ સન્માન માટે દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે તેઓ તે લોકો પ્રત્યે આભારી છે કે જેમણે તેમને વોટ આપ્યાં. સદીના મહાનાયકે ટ્વિટર પર લખ્યું છે - આ કેવી રીતે થયું? કલર્સ ચૅનલે પ્રસારિત થયેલ પીપલ્સ ચૉઇસ ઍવૉર્ડમાં કેબીસી માટે સર્વશ્રેષ્ઠ પ્રસ્તોતાનું પુરસ્કાર આપવામાં આવ્યું. હું તમામ લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરુ છું કે જેમણે મને વોટ આપ્યાં.
આપને જણાવી દઇએ કે વર્ષ 2000માં પહેલી વાર કેબીસી વડે અમિતાભ બચ્ચને ટીવીના નાનકડા પડદે પગલાં મુક્યા હતાં. તેમની શાનદાર રજુઆતને પગલે જ આ શોટીવીનો બેસ્ટ શો બની ગયો. તેની લોકપ્રિયતાનું અનુમાન એ વાતથી કરી શકાય છે કે રાતના નવ વાગતાં જ તે વખતે માર્ગો અને શેરીઓ સુનસના બની જતા હતાં. આ સફળતાના કારણે જ આજે પણ શોનું પ્રસારણ થઈ રહ્યું છે તથા અમિતાભ બચ્ચન તેની છઠી આવૃત્તિનું તે જ ખૂબીપૂર્વક હોસ્ટિંગ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
