દીપિકા માટે ડાન્સ ટીચર બન્યાં અમિતાભ બચ્ચન
મુંબઈ, 2 ઑક્ટોબર : સૌને ખબર છે કે બૉલીવુડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન ક્યારેય પોતાના ચાહકોને નિરાશ નથી કરતાં અને ખાસ તો કેબીસીના સ્પર્ધકોને. તેનો દાખલો જોવામાં આવ્યો શોના શૂટિંગ દરમિયાન. પોતાની ખાસ ડાન્સિંગ સ્ટાઇલ માટે જાણીતા મહાનાયક અમિતાભ બચ્ચન હવે કૌન બનેગા કરોડપતિ શોમાં એક સ્પર્ધકને નૃત્ય શીખવાડતાં દેખાશે.

અમિતાભે શાહિદ કપૂર પાસેથી તાજેતરમાં જ ડાન્સ શીખ્યો હતો અને હવે કેબીસી સ્પર્ધકને શીખવાડશે. શોના તાજેતરના એક એપિસોડમાં શાહિદે બિગ બીને અગલ બગલ... ગીત ઉપર ડાન્સ શીખવાડ્યો હતો. આ શાહિદની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મનું ગીત છે. જ્યારે અમિતાભને ખબર પડી કે શોના સ્પર્ધક દીપિકા નૃત્ય નથી કરી શકતાં, તો તેમણે તેમના નૃત્ય ગુરુ બનવાનું નક્કી કર્યું. બંને આ ગીત ઉપર થિરક્યાં.
કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસી શોનો આ ખાસ એપિસોડ શુક્રવારે પ્રસારિત થશે. જોકે અમને અહેસાસ છે કે હૅડિંગ વાંચીને લોકો દીપિકાને દીપિકા પાદુકોણે સમજ્યાં હશે, પણ આ દીપિકા કેબીસીના સ્પર્ધક છે.












Click it and Unblock the Notifications
