અનિલ કપૂર માટે વજન ઘટાડી રહ્યાં છે ટિસ્કા ચોપરા
મુંબઈ, 24 ઑગસ્ટ : બૉલીવુડ અભિનેત્રી ટિસ્કા ચોપરાએ ખુલાસો કર્યો છે કે અનિલ કપૂરે પોતાની પ્રારંભિક ટેલીવિઝન પ્રસ્તુતિ 24 માટે તેમને વજન ઘટાડવા પ્રેરિત કર્યાં. કારણ કે તેઓ માને છે કે સારૂં દેખાવું અને સારૂં કામ એક-બીજાના પૂરક છે.

ટિસ્કા ચોપરા ગુરુવારે સાંજે 24 ટેલીવિઝન શોના લૉન્ચિંગ પ્રસંગે બોલી રહ્યા હતાં. 39 વર્ષીય ટિસ્કા ચોપરાએ જણાવ્યું - અનિલ કપૂરે હંમેશા મને ઉત્સાહિત કરી. તેઓ આવ્યાં અને મને એક નાટકમાં જોયા બાદ કહેવા લાગ્યાં - તમે સારૂં કામ કરો છો અને તેને ચાલુ રાખો. તે પચી જ્યારે મને તેમની સાથે આ શોમાં લેવામાં આવ્યું, તો તેમણે મને જણાવ્યું - જો તમે વજન ઓછું કરી લો તો બહેતર કામ કરશો. સખત મહેનત, સારૂં દેખાવું, સારો અભિનય, આ જ તો મંત્ર છે.
છેલ્લે અંકુર અરોરા મર્ડર કેસ ફિલ્મમાં દેખાનાર ટિસ્કા ચોપરાએ જણાવ્યું - મને અચાનક સવારે 8 વાગ્યે એક એસએમએસ આવ્યું કે જેમાં લખ્યુ હતું ભોજન કેમ ચાલી રહ્યું છે? અને મારું આખો દિવસ ખાવાનું બંધ થઈ ગયું.
નોંધનીય છે કે ટેલીવિઝન શો 24માં અનિલ કપૂર આતંકવાદ વિરોધી એકમના પ્રમુખ જય સિંહની ભૂમિકામાં છે, જ્યારે ટિસ્કા ચોપરા તેમના પત્નીનો રોલ ભજવી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
