પોતાના પ્રથમ ટીવી શો 24નો ફર્સ્ટ લુક ટ્વિટર પર શૅર કરતાં અનિલ

મુંબઈ, 22 ઑગસ્ટ : બૉલીવુડ અભિનેતા અનિલ કપૂર તાજેતરમાં જ ટ્વિટર સાથે જોડાયાં છે અને તેમણે પોતાના પ્રથમ ટેલીવિઝન શો 24નો ફર્સ્ટ લુક લૉન્ચ કરવા માટે તેનો સહારો લીધો છે. અનિલની નિર્માણ કમ્પનીના બૅનર હેઠળ બનેલો આ શો અમેરિકાની ચર્ચિત ટેલીવિઝન શ્રેણીની ભારતીય આવૃત્તિ છે.

anilkapoor-24

56 વર્ષીય અનિલ કપૂરે ગુરુવારે પોતાના અધિકૃત ઍકાઉંટ ઉપર 24 ટેલીવિઝન શોની તસવીર શૅર કરી. શોનો પ્રાથમિક લુક ટેલીવિઝન ઉપર આ જ મહીને પ્રસારિત થવાની શક્યતા છે. અનિલ કપૂરે ટ્વિટર ઉપર લખ્યું - 24ની પ્રથમ ઝલકી. તેની પ્રારંભિક ઝલકી બહેતરીન લાગી રહી છે. આપ લોકોને તેને બતાવવા માટે વધુ ઇંતેજાર નથી કરી શકતો.

24 શોનું પ્રસારણ કલર્સ ચૅનલે થશે. તેમાં અનિલ કપૂર આતંકવાદ વિરોધી એકમના એજંટ જૅક બેઑરની ભૂમિકામાં દેખાશે. અમેરિકા આવૃત્તિમાં આ પાત્ર અભિનેતા કીફર સુથરલૅન્ડે ભજવ્યું છે. અભિનય દેવ દિગ્દર્શિત આ ટેલીવિઝન શોની વાર્તા રેંસિલ ડિસિલ્વાએ લખી છે. શબાના આઝમી, ટિસ્કા ચોપરા, મંદિરા બેદી પણ આ શોમાં કલાકારો હશે, જ્યારે અનુપમ ખેર રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રૉના અધિકારી તરીકે મહેમાન કલાકાર તરીકે દેખાઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X