ક્રાઈમ પેટ્રોલના હોસ્ટ અનૂપ સોનીએ કર્યો આ કોર્સ, બની ગયા સર્ટીફાઈડ ક્રાઈમ સીન ઈન્વેસ્ટીગેટર
ક્રાઈમ પેટ્રોલના હોસ્ટીંગ માટે જાણીતા અભિનેતા અનૂપ સોની હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. જાણો કારણ.
નવી દિલ્લીઃ ટીવીના લોકપ્રિય રિયાલિટી શો ક્રાઈમ પેટ્રોલના હોસ્ટીંગ માટે જાણીતા અભિનેતા અનૂપ સોની હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. તેમના ટ્રેન્ડ કરવાનુ કારણે તેમની એક ઉપલબ્ધિ છે. લૉકડાઉન દરમિયાન અનૂપ સોનીએ આંતરરાષ્ટ્રીય ફૉરેન્સિક વિજ્ઞાન (આઈએફએસ) શિક્ષણ વિભાગમાંથી ક્રાઈમ સીન ઈન્વેસ્ટીગેશનમાં એક સર્ટિફિકેટ કોર્સ પૂરો કરી લીધો છે.

અનૂપ સોની સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યા છે
જ્યારથી તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ડિગ્રીનો એક ફોટો શેર કર્યો ત્યારથી અભિનેતા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. અનૂપ સોનીએ પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે તેમણે લૉકડાઉન દરમિયાન પાઠ્યક્રમમાં ખુદને નામાંકિત કરવાનો નિર્ણય કર્યો અને 'કોઈ પ્રકારનો અભ્યાસ' પર પાછા જવુ તેમના માટે 'ખૂબ જ પડકારરૂપ' હતુ. જો કે તેમને પોતાની પસંદ પર 'ગર્વ' છે.

'ક્રાઈમ સીન ઈન્વેસ્ટીગેશનમાં સર્ટિફિકેટ કોર્સ'
અનૂપ સોનીએ લખ્યુ, 'ક્રાઈમ સીન ઈન્વેસ્ટીગેશનમાં સર્ટિફિકેટ કોર્સ'. હાલના લૉકડાઉન દરમિયાન મે પોતાના સમય અને એનર્જીને વધુ રચનાત્મક બનાવવાનો નિર્ણય કર્યો. હા, આ ખૂબ જ પડકારરૂપ હતુ, કોઈ પ્રકારના અભ્યાસ પર પાછુ જવુ પરંતુ નિશ્ચિત રીતે એક વિકલ્પ જેના પર મને ગર્વ છે. IFS ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર સાથે રજિસ્ટર્ડ છે.

હોસ્ટીંગ કરનાર જ અસલી તપાસ અધિકારી
અનૂપ સોનીના દોસ્તો અને પ્રશંસકોએ તેમની પોસ્ટના કમેન્ટ સેક્શનમાં તેમને અભિનંદન પાઠવ્યા. અભિનેત્રી પ્રગતિ મહેરાએ લખ્યુ, 'વાહ! ક્રાઈમ પેટ્રોલમાં આ તમારી ભૂમિકાને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છો.' એક પ્રશંસકે ટિપ્પણી કરી, 'સુપર! હવે શોનુ હોસ્ટીંગ કરનાર જ અસલી તપાસ અધિકારી હશે.' જ્યારે એક અન્ય યુઝરે લખ્યુ, 'તેને મેળવ્યા બાદ એ નિશ્ચિત રીતે તમારા પ્રદર્શનને વધુ યથાર્થવાદી બનાવવાનુ છે.'
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
