પરિવારને મિસ કરતાં અપૂર્વા બિગ બૉસમાંથી આઉટ!
લોનાવાલા, 3 નવેમ્બર : બિગ બૉસ 7માંથી શનિવારે અપૂર્વ અગ્નિહોત્રી આઉટ થઈ ગયાં. અપૂર્વએ પોતે જ ઘરના સભ્યો પાસે જઈ જણાવ્યું કે તેઓ બધા તેમને વોટ આઉટ કરી દે, કારણ કે તેઓ પોતાના પત્ની શિલ્પાને બહુ મિસ કરી રહ્યાં છે. અપૂર્વ બાહર થતાં બિગ બૉસના ઘરના તમામ સભ્યો ઘણા દુઃખી હતાં. અપૂર્વએ જતા પહેલા તમામ સભ્યોને અલવિદા કહી અને સાથે જ જણાવ્યું કે તેઓ સૌને મિસ કરશે. અપૂર્વએ એમ પણ જણાવ્યું કે ગત દિવસોમાં બિગ બૉસના ઘરમાં જે કંઈ પણ થયું, તેની પાછળ તેમની ક્યાંકને ક્યાં ભુલ હતી.

અપૂર્વ ઘરમાંથી જતી વખતે સૌએ તેમને ભારે દિલથી વિદાય આપી અને સાથે જણાવ્યું કે અપૂર્વ એક સાચા જેંટલમ્રન છે અને સૌ તેમને બહુ મિસ કરશે. અપૂર્વ અગ્નિહોત્રીએ જણાવ્યું કે ઘરમાંથી બહાર જઈ તેઓ સૌપ્રથમ પોતાના માતાને ગળે લગાડશે અને સાથે જ શિલ્પા સાથે દિવાળી ઉજવશે. કામ્યા જોકે આ બાબતથી થોડાક દુઃખી છે કે તેઓ પોતાની પુત્રી સાથે દિવાળી નહીં ઉજવી શકશે. આમ છતાં તેઓ આ બાબત અંગે ખુશ હતાં કે વધુ એક અઠવાડિયા તેઓ બિગ બૉસમાં રહેશે.












Click it and Unblock the Notifications
