Big Boss 12: કૃતિ અને રોશમી થઈ બેઘર, કહ્યું- કરણવીરે આપ્યો દગો
Big Boss 12: કૃતિ અને રોશમી થઈ બેઘર, કહ્યું- કરણવીરે આપ્યો દગો
બિગ બૉસ 12ના ઘરમાંથી આ અઠવાડિયે એક જોડીએ બહાર થવું પડ્યું, તે જોડી હતી કૃતિ-રોશ્મી. ઘરેથી નીકળ્યા બાદ કૃતિએ ઈન્ટર્વ્યૂમાં બિગ બૉસના ઘરના અંદરના હાલાત જણાવ્યા. કૃતિએ કહ્યું કે "ઘરવાળાઓએ વિકેન્ડના વારમાં સબા-સોમીને વિલન બનાવ્યા પરંતુ જ્યારે નોમિનેશનનો વારો આવ્યો તો અમને જ નોમિનેટ કરી દેવામાં આવ્યાં. સબાની આ રમત સમજવામાં અમને વાર લાગી."

કૃતિ થઈ બેઘર
કૃતિએ માન્યું કે રોશમી સાથે તેને બિલકુલ નહોતું બનતું અને તેને કારણે જ તે બંને વચ્ચે શો દરમિયાન સારો તાલમેલ ન બેસી શક્યો. એમણે કહ્યું કે, બિગ બૉસના ઘરમાં જોડીઓમાં આવેલા કન્ટેસ્ટન્ટ એકબીજાને ઓળખતા હતા. પરંતુ રોશમી અને હું આ શોમાં આવ્યા બાદ જ એકબીજાને મળ્યાં હતાં. જ્યારે કેપ્ટનશીની વાત આવી તો હું માનું છું કે અમારે થોડું સખ્ત થવું જોઈતું હતું.

કરણવીરે આપ્યો દગો
કૃતિએ કહ્યું કે ઘરમાં જો કોઈ દગો આપ્યો હોય તો તે શખ્સ કરણવીર છે, એણે જણાવ્યું કે બધા ઘરવાળા નોમિનેશન વિશે ચર્ચા કરતા રહેતા હતા. એક મિત્ર તરીકે હું કરણવીર પાસે ગઈ. મારી પાસે પણ કોઈ નોમિનેશન વિશે ચર્ચા કરવા આવશે તો હું કોશિશ કરીશ કે આ વાત મારા સુધી જ રહે. જો કરણવીરને લાગતુ હતું કે આ ખોટું છે તો તેણે મને ત્યારે જ રોકી દેવી હતી. પરંતુ તેણે આ વાતનું બહાનું બનાવી મનો નોમિનેટ કરાવી દગો આપ્યો છે.

રમાઈ ગઈ મોટી ગેમ
જણાવી દઈએ કે બિગ બૉસના ઘરમાં એલીમિનેશનના સમયે સલમાન ખાને કરણવીરનું નામ લઈને સૌને ચોંકાવી દીધા હતા. સૌએ કહ્યું કે આ ન બની શકે. કરણવીર ખુદ નોમિનેટ થઈ ગયો હોવાનું માની ચૂક્યો હતો. એણે સૌને બાય પણ કહી દીધું હતું. પરંતુ સલમાન પાછા આવ્યા અને કૃતિ તથા રોશમીને ઘરની બહાર કરી મૂક્યા.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
