Big Boss 13: સિદ્ધાર્થ શુક્લા સાથે દેવોલીનાએ કરી ગંદી હરકત
Big Boss 13: સિદ્ધાર્થ શુક્લા સાથે દેવોલીનાએ કરી ગંદી હરકત
બિગ બૉસ 13માં હાલ ઘરની બહારથી લઈ અંદર સૌથી સૌની નજર માત્ર સિદ્ધાર્થ શુક્લા પર જ છે. ઘરની અંદર દેવોલીના ભટ્ટાચાર્જી, રશ્મિ દેશાઈ સાથે કેટલાય કંટેસ્ટેન્ટે સિદ્ધાર્થ સાથે ગંદા શબ્દોનો ઉપયોગ કર્યો. જેને લઈ ભલે દેબોલીના અને રશ્મિને પોતાની ભૂલનો અહેસાસ ન થયો હોય, પરંતુ ઘરની બહાર દેબોવીનાના મમ્મી આ હરકતને લઈ બહુ પરેશાન છે.

સિદ્ધાર્થની માફી માંગી
તેમણે એક વાતચીતમાં દેબોલીનાનો ગેમ પ્લાન અને સિદ્ધાર્થ સાથે તેના વર્તાવ વિશે વિસ્તારથી વાત કરી. અહીં વાંચો આખરે દેબોલીનાની માએ સિદ્ધાર્થની માફી કેમ માંગી..

આવા શબ્દોનો ઉપયોગ કરવો ખોટું
ગત કેટલાક દિવસ પહેલા દેબોલીનાએ સિદ્ધાર્થ શુક્લાને સાઈકો કહ્યો હતો. જેને લઈ માહોલ ગરમાયો હતો. જેના પર દેવોલીનાની મા અનીમાએ રિએક્ટ કર્યું છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાતચીતમાં દેવોલીનાની માએ કહ્યું કે નેશનલ ટેલીવીઝન પર દેબોલીનાએ આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ખોટું છે.

સાઈકો કહેવો ખોટું
દેવોલીનાની માએ આગળ કહ્યું કે સિદ્ધાર્થ શુક્લાને સાઈકો કહેવું ખોટું હતું. આપણે ટીવી પર આવા શબ્દો ના બોલવા જોઈએ. દેબોલીના તરફથી હું સિદ્ધાર્થ શુક્લાની માફી માંગવા ઈચ્છું છું.

રશ્મિ દગો આપશે
રશ્મિ સાથે દેબોલીનાની દોસ્તી પર તેમણે કહ્યું કે બિગ બૉસના ઘરમાં દેબોલીનાએ પોતાના મિત્રોને ધ્યાનથી પસંદ કરવા જોઈએ. તેમની માતાને ડર છે કે ઘરમાં દેબોલીનાની સારી મિત્ર રશ્મિ દેસાઈ ગેમને કારણે તેને દગો ના આપી દે.

જો છોકરો મળ્યો તો
દેબોલીનાની માએ કહ્યું કે જો ઘરની અંદર તેને કોઈ પ્રેમ મળે છે તો તે આગળ વધી શકે છે. જો છોકરો સારો હશે તો મને કંઈ વાંધો નથી. હું દેબોલીનાને તેની પરમિશન આપી દઈશ.

આ અઠવાડિયે ઘરથી બેઘર
જણાવી દઈએ કે દેબોલીના આ અઠવાડિયે ઘરથી બેઘર થવા માટે નોમિનેટ થઈ છે. હવે જોવાનું રહેશે કે ટીવીની આ વહુ ઘરમાં બીજીવાર પોતાનો જાદુ દેખાડી શકે છે કે નહિ.












Click it and Unblock the Notifications
