Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સલમાનના બિગ બૉસની ‘ઐસી-તૈસી’ કરી નાંખતા વિશ્વાસ

મુંબઈ, 19 ઑગસ્ટ : પુનઃ એક વાર કલર્સના વિવાદાસ્પદ રિયલિટી શો બિગ બૉસની ચર્ચા ગરમ છે, કારણ કે આ શો આ વખતે વહેલો એટલે કે 15મી સપ્ટેમ્બરથી પ્રસારિત થનાર છે. દરેક વખતની જેમ આ વખતની સીઝનમાં પણ આપને હોસ્ટ તરીકે સલમાન ખાન જ દેખાશે, પણ ડબલ રોલમાં. સલમાનનો એક રૂપ સ્વર્ગનો વાઓ બતાવશે, તો બીજો રૂપ નરકનો આઊ બતાવશે.

bigg-boos-7-salman-kumar-vishwas

ખેર સલમાન ખાન શોમાં શું કરનાર છે, તે અંગે તો 15મી સપ્ટેમ્બરે ખબર પડી જ જશે, પણ આ વખતે શોના સ્પર્ધકો કોણ-કોણ હશે, તે અંગે અટકળો કરવામાં આવી રહી છે. એસ શ્રીસંતથી માંડી અમર સિંહને લોકોએ શોના સ્પર્ધક ગણાવી દીધા છે, પણ એક નામ એવું છે કે જે દર વખતની સીઝન પહેલા ચર્ચામાં રહે છે અને તે છે યુવા વર્ગના પ્રિય કવિ ડૉક્ટર કુમાર વિશ્વાસ.

કુમાર વિશ્વાસ અંગે દર વખતે કહેવાય છે કે તેઓ શોમાં આવશે, પણ આ વખતે શ્રૃંગાર રસની કવિતાઓ લખવામાં માહેર કવિ કુાર વિશ્વાસે આક્રમક રીતે આ બાબતનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે તેઓ ક્યારેય બિગ બૉસનો ભાગ ન બની શકે. તેમણે પોતાની ફેસબુક વૉલે લખ્યું છે - Big NO again... Thanks for making my mind clearly against it... Will see you people on Small Screen soon, BUT on a better concept show... in a better format... for a better purpose... on a better occasion!!!

જો ગંભીરતાપૂર્વક જોઇએ, તો કવિ કુમાર વિશ્વાસે એક રીતે શોની કક્ષા સામે આંગળી ચીંધી છે અને સલમાન ખાન સંચાલિત શોની પોતાના શબ્દોમાં ઐસી-તૈસી કરી નાંખી છે. આમ છતાં આ શો સાતમી વખત કલર્સ ટેલીવિઝન ચૅનલ ઉપર આવનાર છે. ખેર, કવિ કુમાર વિશ્વાસે તો શોને નો કહી નાંખ્યું છે. જોઇએ તેવા લોકોને કે જેઓ આ બિગ બૉસ શોનો ભાગ બની લાખો જીતવાની ઝંખના રાખે છે, તેઓ કેવો પ્રદર્શન કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X