Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિગ બૉસ 13: ફાઈનલમાં કોને મળ્યા હતા કેટલા વોટ, સામે આવ્યુ વોટિંગનુ રિઝલ્ટ

હાલમાં જ ખતમ થયેલ ટીવી શો બિગ બૉસની 13મી સિઝનના વિજેતા સિદ્ધાર્થ શુક્લા ઘોષિત કરવામાં આવ્યા. હવે ફાઈનલ વોટિંગના પરિણામો સામે આવી ગયા છે.

હાલમાં જ ખતમ થયેલ ટીવી શો બિગ બૉસની 13મી સિઝનના વિજેતા સિદ્ધાર્થ શુક્લા ઘોષિત કરવામાં આવ્યા. તેમની જીતના એલાન બાદ ઘણા લોકોએ આના પર સવાલ ઉઠાવ્યા હતા. સિદ્ધાર્થની જીત ફિક્સ પણ કહેવામાં આવી હતી. આસિમ રિયાઝને ઘણા લોકોએ સિદ્ધાર્થ પર ભારે કહ્યો હતો. હવે ફાઈનલ વોટિંગના પરિણામો સામે આવી ગયા છે. જેમાં સિદ્ધાર્થ બાકી કન્ટેસ્ટન્ટથી ઘણો આગળ છે. સિદ્ધાર્થને 37 ટકા વોટ મળ્યા છે.

સિદ્ધાર્થને 37, આસિમને 17 ટકા વોટ

સિદ્ધાર્થને 37, આસિમને 17 ટકા વોટ

ધ ખબરીએ ટ્વિટ કરીને જણાવ્યુ છે કે વિજેતા સિદ્ધાર્થ શુક્લાને 37 ટકા વોટ મળ્યા હતા. ત્યારબાદ આસિમને 17 ટકા વોટ મળ્યા. તેમના બાદ શહેનાઝને 16 ટકા, રશ્મિ દેસાઈને 15 ટકા અને પારસ છાબડાને 8 ટકા વોટ મળ્યા છે. જો કે આ આંકડા કેટલા વિશ્વસનીય છે, તે ધ ખબરી જ બતાવી શકે છે.

કહેવામાં આવી હતી સમાન વોટ મળવાની વાત

કહેવામાં આવી હતી સમાન વોટ મળવાની વાત

બિગ બૉસ 13ના વિનર સિદ્ધાર્થ શુક્લા માટે ઘણો વિવાદ રહ્યો છે. કિશ્વર મર્ચન્ટ, ગોહર ખાન અને ગૌતમ ગુલાટી જેવા ઘણી ટીવી સેલેબ્ઝે સિદ્ધાર્થને જીત માટે એનડિઝર્વિંગ કહ્યુ હતુ. સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં દાવો કર્યો હતો કે તે કલર્સ ચેનલના કંટ્રોલ રૂમનો છે. એમાં જણાવવામાં આવ્યુ હતુ કે સિદ્ધાર્થ અ આસિમ રિયાઝને સમાન વોટ મળ્યા હતા પરંતુ સિદ્ધાર્થને જીતાવવામાં આવ્યો. હવે ધ ખબરીએ એક ખુલાસો કર્યો છે કે સિદ્ધાર્થ ઘણા આગળ રહ્યા.

ત્રીજા નંબરે રહી શહેનાઝે

ત્રીજા નંબરે રહી શહેનાઝે

ગયા મહિને ખતમ થયેલ બિગ બ઼ૉસની 13મી સિઝનમાં ટેલીવિઝન અભિનેતા સિદ્ધાર્થ શુક્લાએ મૉડલ આસિમ રિયાઝને મ્હાત આપીને જીતી હતી. શુક્લા બાદ બીજા નંબરે આસિમ રિયાઝ, ત્રીજા નંબરે શહેનાઝ ગિલ, ચોથા નંબરે રશ્મી દેસાઈ અને પાંચમા નંબરે આરતી સિંહ રહી. પારસ છાબડા ફાઈનલ દરમિયાન 10 લાખ રૂપિયા લઈને ઘરમાંથી બહાર આવી ગયા હતા. શુક્લાને બાલિકા વધુ અને દિલ સે દિલ તક જેવા ટેલીવિઝન શો માટે ઓળખવામાં આવે છે. સિદ્ધાર્થ 2014માં ફિલ્મ હંપટી શર્મા કી દુલ્હનિયામાં પણ કામ કરી ચૂક્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X