Big Boss 14: સારા ગુરપાલને થઈ ગંભીર ઈજા, નિક્કી તંબોલીએ કર્યો હુમલો

સારા ગુરપાલ સાથે જોડાયેલ એક સમાચાર સામે આવ્યા છે કે સારા ગુરપાલ ટાસ્ક દરમિયાન ઈજાનો શિકાર બની હતી.

મુંબઈઃ બિગ બૉસ 14માં પહેલા જ એવિક્શન સાથે હોબાળો થઈ ચૂક્યો છે. ઘરમાંં નૉમિનેશન બાદ સીનિયર્સ એટલે કે સિદ્ધાર્થ શુક્લા, ગોહર ખાન અને હિના ખાન પાસે એ અધિકાર હતો કે તે નૉમિનેટ થયેલા સભ્યોમાંથી કોઈ એકને ઘરમાંથી બેઘર કરી શકે છે. સિદ્ધાર્થે નિર્ણય કર્યો કે સારા ગુરપાલે ઘરમાંથી બહાર જવુ જોઈએ. હિના ખાન અને ગોહર ખાને પણ સિદ્ધાર્થ શુક્લાના આ નિર્ણયમાં હામી ભરી. પરંતુ ઘરની બહાર બિગ બૉસના ફેન્સને આ વાત જામી નહિ. ત્યારબાદ સિદ્ધાર્થ શુક્લા, હિના ખાન અને ગોહર ખાન સાથે બિગ બૉસની જોરદાર ટ્રોલિંગ કરવામાં આવી.

નિક્કી તંબોલીએ ઉઠાવવાની કોશિશ કરી

નિક્કી તંબોલીએ ઉઠાવવાની કોશિશ કરી

પરંતુ આ દરમિયાન સારા ગુરપાલ સાથે જોડાયેલ એક સમાચાર સામે આવ્યા છે કે સારા ગુરપાલ ટાસ્ક દરમિયાન ઈજાનો શિકાર બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિક્કી તંબોલીએ ટાસ્ક દરમિયાન સારા ગુરપાલની આંખોને નુકશાન પહોંચાડ્યુ છે. તમે આ બધા ફોટામાં સારા ગુરપાલની આંખો જોઈને સમજી શકો છો કે કેવી રીતે તેની આંખમાં ઈજા થઈ છે. શોના પહેલા વીકમાં ઈમ્યુનિટી મેળવવા માટે બધા કન્ટેસ્ટન્ટે ટાસ્ક કર્યુ પરંતુ સારાએ પોતાના ટાસ્ક દરમિયાન નિક્કી તંબોલીને ઉઠાવી. પરંતુ ફરીથી બેસવા પર નિક્કી તંબોલીએ તેને ઉઠાવવાનો દરેક સંભવ પ્રયત્ન કર્યો.

નિક્કી તંબોલીએ કર્યો નખથી હુમલો

નિક્કી તંબોલીએ કર્યો નખથી હુમલો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એ જણાવવામાં આવી રહ્યુ છે કે નિક્કી તંબોલીએ ટાસ્ક દરમિયાન પોતાના એક્રેલિક નખથી સારા ગુરપાલ પર હુમલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે પહેલા વીકમાં નિક્કી તંબોલીની પ્રશંસા સલમાન ખાને કરી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર લોકો નિક્કીની આ હરકતનો વિરોધ કરી રહ્યા છે. સારા ગુરપાલને શો પર બોલાવવાની માંગ કરવામાં આવી રહી છે. હાલમાં તે પોતાનો ઈલાજ કરાવી રહી છે.

સારા ગુરપાલનો ફોટો

સારા ગુરપાલનો ફોટો

જણાવવામાં આવી રહ્યુ છે કે સારા ગુરપાલ ઈમ્યુનિટી ટાસ્ક દરમિયાન બુલડૉઝર પર બેઠી હતી. નિક્કીએ તેને ત્યાંથી ઉઠાવવા માટે કોશિશ કરી એ વખતે નિક્કીના નખ તેની આંખમાં વાગ્યા. કહેવામાં આવી રહ્યુ છે કે બિગ બૉસ 14ના એપિસોડમાં આ ક્લિપ એડિટ કરીને કાઢી નાખવામાં આવી. પરંતુ ઘરમાં હિના ખાન અને ગોહર ખાને પણ સારાની ખરાબ તબિયત વિશે વાત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X