બિગ બૉસ કપલ એજાઝ-પવિત્રા લગ્ન વિના રહેશે સાથે, જણાવ્યુ લિવ-ઈનમાં રહેવાનુ આ કારણ
બિગ બૉસ 14માં કન્ટેસ્ટન્ટ બનીને આવેલા એજાઝ ખાન અને પવિત્રા પુનિયા શો બાદ પણ ચર્ચામાં છવાયેલા છે. જાણો કારણ.
મુંબઈઃ બિગ બૉસ 14માં કન્ટેસ્ટન્ટ બનીને આવેલા એજાઝ ખાન અને પવિત્રા પુનિયા શો બાદ પણ ચર્ચામાં છવાયેલા છે. બંને શો દરમિયાન મળ્યા અને એકબીજાને દિલ દઈ બેઠા. એજાઝ ખાને પવિત્રા પુનિયાને શોમાં જ પ્રપોઝ કર્યુ હતુ. આ રોમેન્ટીક કપલ હાલમાં દરેક જગ્યાએ એકબીજાના હાથમાં હાથ નાખીને ફરતા દેખાય છે. હવે સમાચાર આવી રહ્યા છે કે તે ટૂંક સમયમાં લગ્ન પહેલા એક ઘરમાં શિફ્ટ થવાના છે. બંનેએ લિવ-ઈનમાં રહેવાનો નિર્ણય કર્યો છે.

એજાઝ અને પવિત્રા પોતાના સંબંધને વધુ સમય આપવા માંગે છે
બૉલિવુડ લાઈફે સૂત્રોના હવાલાથી લખ્યુ છે કે એજાઝ અને પવિત્રા પોતાના રિલેશનને વધુ સમય આપવા માંગે છે અને લગ્ન પહેલા એકબીજાને સારી રીતે સમજવા માંગે છે. માટે બંને હવે લિવ ઈનમાં રહેવા માંગે છે. બંને પોતાનુ ઘર એકસાથે શેર કરવા માટે ઘણા ઉત્સાહિત છે. એજાઝ ખાને ઘણા ઈન્ટરવ્યુમાં એ વાત સ્પષ્ટ કહી છે કે તે પવિત્રા સાથે લગ્ન કરવા માંગે છે પરંતુ આ લગ્ન ક્યારે થશે તે હજુ તે નથી કહી શકતા. અભિનેત્રીએ પણ લગ્ન માટે હા કહી દીધી છે.

લગ્ન માટે હજુ ઘણા પાપડ વણવા પડશે
એજાઝે કહ્યુ હતુ કે તેને લગ્ન માટે હજુ ઘણા પાપડ વણવા પડશે. એજાઝે કહ્યુ હતુ, 'લગ્ન ઈંશા અલ્લાહ જરૂર થશે અને યોગ્ય સમયે થશે. અમે આંગળીને ક્રોસ કરીને બેઠા છે. જો બધુ ઠીક રહ્યુ તો હું અને પવિત્રા આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લઈશુ.' એજાઝે વાતચીતમાં એ પણ કહ્યુ કે બંને પોત-પોતાના પરિવારને આ વિશે વાત કરી રહ્યા છે. વળી, પવિત્રા પુનિયાએ કહ્યુ હતુ કે તે એજાઝ ખાન સાથે આ રિલેશન માટે સીરિયસ છે અને પરિવારની સંમતિ બાદ લગ્ન કરવાની છે.

બિગ બૉસના ઘરમાં બંનેમાં થઈ હતી જોરદાર લડાઈઓ
જ્યારે એજાઝ અને પવિત્રા બિગ બૉસના ઘરમાં નવા નવા આવ્યા હતા ત્યારે બંને એકબીજાને એક નજર પણ પસંદ નહોતા કરતા. બંનેમાં ખૂબ જ લડાઈઓ થઈ. જેના કારણે બંનેએ એકબીજાને ખરુ-ખોટુ સંભળાવ્યુ હતુ. જો કે બાદમાં આ બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને બંને વચ્ચે પ્રેમ પાંગરવા લાગ્યો. ઘરમાં જ એજાઝ ખાને અભિનેત્રી પવિત્રા પુનિયા માટે પોતાના પ્રેમનો ઈઝહાર પણ કર્યો હતો.












Click it and Unblock the Notifications
