Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિગ બૉસ-14ની વિનર બની રૂબીના દિલેક, રાહુલ વૈદ્ય રહ્યા રનરઅપ

ટીવી શો બિગ બૉસની 14મી સિઝનને રૂબીના દિલેકે જીતી લીધી છે. વળી, બિગ બૉસ-14ના રનરઅપ રાહુલ વૈદ્ય રહ્યા.

મુંબઈઃ ટીવી શો બિગ બૉસની 14મી સિઝનને રૂબીના દિલેકે જીતી લીધી છે. વળી, બિગ બૉસ-14ના રનરઅપ રાહુલ વૈદ્ય રહ્યા. ફાઈનલ માટે અંતિમ પાંચમાં રાખી સાવંત, અલી ગોની, નિક્કી તંબોલી, રાહુલ વૈદ્ય અને રૂબીના દિલેક પહોંચ્યા હતા. રાખી સાવંત અને અલી ગોનીના બહાર થયા બાદ નિક્કી તંબોલી, રાહુલ વૈદ્ય અને રૂબીના દિલેકમાં ટક્કર હતી. નિક્કી તંબોલીના બહાર થયા બાદ રૂબીનાએ રાહુલને હરાવીને ફાઈનલ જીતી લીધી. વિજેતા રૂબીનાને બિગ બૉસ-14ની ટ્રોફી સાથે 36 લાખ રૂપિયા કેશ મળ્યા છે.

બિગ બૉસમાં છવાયેલી રહી રૂબીના

બિગ બૉસમાં છવાયેલી રહી રૂબીના

ટીવી રિયાલિટી શો બિગ બૉસની આ સિઝન માટે મોટાભાગે લોકો રૂબીનાનુ જ નામ આગળ કહી રહ્યા હતા. છેવટે રૂબીના દિલેક આની વિજેતા બની ગઈ. રૂબીના દિલેક શોની શરૂઆતથી જ ફેન્સની ફેવરીટ રહી અને વિજેતા બની. રૂબીના બિગ બૉસના ઘરમાં પોતાના પતિ અભિનવ સાથે આવી હતી. રૂબીના દિલેક સાથે અભિનવ શુક્લા પણ ઘણા સમય સુધી બિગ બૉસના ઘરમાં રહ્યા. અભિનવ ફિનાલેના બે સપ્તાહ પહેલા ઘરમાંથી બહાર થયા.

ટીવી અભિનેત્રી છે રૂબીના

ટીવી અભિનેત્રી છે રૂબીના

34 વર્ષની રૂબીના દિલેક ટીવીનુ જાણીતુ નામ છે. રૂબીના ઘણી ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકી છે. રૂબીના દિલેકે ઝી ટીવીની સીરિયલ છોટી બહુ દ્વારા એક્ટિંગની દુનિયામાં ડેબ્યુ કર્યુ હતુ. રૂબીનાએ શક્તિઃ અસ્તિત્વ કે એહસાસ કીમાં એક કિન્નરની ભૂમિકા નિભાવી હતી. આ ભૂમિકાથી તેને શોહરત મળી. રૂબીના બનુ મે તેરી દુલ્હન, પવિત્ર રિશ્તા, કસમ સે, પુનર્વિવાહ-એક નઈ ઉમ્મીદ, દેવો કે દેવ મહાદેવ જેવી ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકી છે.

2018માં કર્યા હતા લગ્ન

2018માં કર્યા હતા લગ્ન

રૂબીના દિલેક એક્ટિંગ ઉપરાંત મૉડલિંગમાં પણ નામ કમાઈ ચૂકી છે. તેમે બે બ્યુટી પેજન્ટ જીત્યા હતા. તે મિસ શિમલા 2006 અને મિસ નૉર્થ ઈન્ડિયા 2008 પણ રહી છે. રૂબીનાએ 2018માં અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા. અભિનવ પણ એક્ટર છે જે બિગ બૉસમાં પણ તેની સાથે હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X