હું સિંહ હતો એટલે જ મારો શિકાર કરાયો : કાશિફ

મુંબઈ, 22 ઑક્ટોબર : બિગ બૉસ 6ના ઘરેથી બીજા એલિમિનેશનમાં હાંકી કઢાયેલાં સામાન્ય માણસ કાશિફ કુરૈશીનું માનવું છે કે બિગ બૉસના ઘરેથી તેમને કાવત્રું રચી કઢાયાં છે. તેમણે એમ પણ જણાવ્યું કે જે રીતે મોટા-મોટા રાજા-મહારાજા જંગલોમાં જઈ સિંહને મારી પોતાની તાકાતનું પ્રદર્શન કરતા હતાં, તેવી જ રીતે બિગ બૉસના ઘરે રહેતાં તમામ જાણીતાં લોકોએ કાશિફને ઘરમાંથી બહાર કાઢી પોતાની તાકાત બતાવી છે.

Kashif-Salman

કાશિફને ઘરમાં પોતાના દ્વારા કોઈ પણ વ્યવહાર અંગે કોઈ પ્રકારનો પછતાવો નથી. ઉલ્ટાનું એમનું કહેવું છે કે ક્યાંક તેઓ બિગ બૉસ જીતી ન જાય, એ જ ડરે લોકોએ તેમને ઘરમાંથી બહાર કરાવી દીધાં.

20મી ઑક્ટોબરની સાંજે બિગ બૉસના ઘરમાંથી બહાર થયેલ સામાન્ય માણસ આશિફ કુરૈશી સાથે સલમાન ખાને વાતચીત કરી હતી અને તે દરમિયાન કાશિફને તેમણે બિગ બૉસના ઘરમાં કાશિફ દ્વારા પેદા કરાયેલ ઘણાં વિવાદાસ્પદ દૃશ્યો પણ દાખવ્યાં. પરંતુ કાશિફને તે અંગે કોઈ અફસોસ નથી. સલમાને સવાલ કર્યોં કે તેમને બહાર કેમ હાંકી કઢાયા, તો કાશિફે જણાવ્યું કે જે રીતે જૂના જમાનામાં મોટા-મોટા રાજા-મહારાજાઓ જંગલોમાં સિંહનું મારણ કરી પોતાની તાકાત બતાવતા હતાં અને તેના મૃતદેહે ઊભા રહી તસવીર ખેંચાવતાં હતા, તેવી જ રીતે બિગ બૉસના ઘરેરહેતાં લોકોએ પણ કાશિફને સિંહ સમજી તેમનો શિકાર કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું.

સલમાન ખાને કાશિફને પુછ્યું કે તેઓ બિગ બૉસના ઘરમાં કરિશ્મા તેમજ સના સાથે ફ્લર્ટ કેમ કરતાં હતાં? શું તેઓ સિંગલ છે? આ પ્રશ્ને કાશિફે સીધો જવાબ ન આપતાં જણાવ્યું કે કરિશ્મા તેમને જ નહિં, પણ આખા ઘરના પુરુષોને પસંદ છે. સાથે જ કાશિફે બિગ બૉસના ઘરમાંથી બહાર આવતાં પોતાની ખુશી પણ જાહેર કરી. સલમાનને તેમણે જણાવ્યું કે બિગ બૉસના ઘરે જઈ કોઈ પણ ગાંડો થઈ જાય, કારણ કે ત્યાં તમામ દિવસો એક સરખાં હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X