For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્મૉલ જ્યોતિનો બિગ બૉસમાં પ્રવેશ, બૉલીવુડ છે મંજિલ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 22 નવેમ્બર : આજે રાત્રે કલર્સના બહુચર્ચિત શો બિગ બૉસ સીઝન 6માં દુનિયાના સૌથી નાના કદના સ્ત્રી જ્યોતિ આમ્ગેને પ્રવેશ આપી દેવાશે. તેમનો ઇમામના સ્થાને સમાવેશ કરાશે. બિગ બૉસમાં પહોંચતાં જ જ્યોતિ બોલશે કે બિગ બૉસમાં પહોંચવું તેમનું સ્વપ્ન હતું. તેઓ સૌની સાથે સારી રીતે રહેશે અને કોઈ સાથે ઝગડો નહિં કરે. તેમને સમ્પૂર્ણ વિશ્વાસ છે કે તેઓ જ આ શોના વિનર રહેશે.

Jyoti Amge

આપને એ પણ માહિતી આપી દઇએ કે બિગ બૉસમાં પ્રવેશતાં જ જ્યોતિ બોલશે કે તેઓ બૉલીવુડમાં પોતાનું સ્થાન બનાવવા માંગે છે. તેથી તેમને લાગે છે કે બિગ બૉસ આ બાબતમાં મારી મદદ કરશે.

જ્યોતિએ જણાવ્યું કે શો વાળાઓએ તેમની સાથે ઈ-મેલ વડે સમ્પર્ક સાધ્યો હતો. તેઓ ખૂબ ખુશ ચે કે તેમને શોમાં આવવાની તક મળી. તેઓ બિગ બૉસ ખૂબ ધ્યાનથી જોતા આવ્યાં છે. તેથી તેમને લાગે છે કે ઉર્વશી તેમને ટક્કર આપી શકે છે કારણ કે તેઓ ખૂબ ચાલાક અને સ્માર્ટ છે. જ્યોતિને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે.

નાગપુર રહેતાં જ્યોતિ આમ્ગેનો જન્મ 16મી ડિસેમ્બર, 1996ના રોજ જન્મ થયો હતો. તેઓ માત્ર 62.8 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવે છે. તેમને હાડકાંનો રોગ છે. તેઓ વિશ્વના સૌથી નાના કદના સ્ત્રી તરીકે લિમ્કા તેમજ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવી ચક્યાં છે. આ અગાઉ જ્યોતિ અનેક ટેલીવિઝન શોમાં કૉમેડિયન તરીકે નજેર પડ્યાં છે.

જ્યોતિ બાદ હવે દૂરદર્શનની જાણીતી સીરિયલ ચંદ્રકાંતાના હિટ કલાકાર સંતોષ શુક્લાને પણ પ્રવેશ મળ્યો છે. જોઇએ કે જ્યોતિ આવતાં શોની ટીઆરપી ઉપર શી અસર થાય છે.

English summary
Bollywood is my first dream said the world's shortest woman Jyoti Amge who entered the Bigg Boss 6 house.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X