બિગ બૉસ : શરૂ થઈ ગઈ કુરૈશી-કરિશ્મા વચ્ચે ગુટરગૂં
મુંબઈ, 10 ઑક્ટોબર : પ્રસિદ્ધ રિયાલિટી શો શરૂ થયે હજુ ચાર દિવસ પણ થયા નથી કે તેમાં મહોબ્બતની રમત શરૂ થઈ ગઈ છે. આ શોના પ્રથમ ખેલાડી બન્યાં છે કાશિફ કુરૈશી અને તેલુગુ અભિનેત્રી કરિશ્મા કોટક. કરિશ્માને તો કુરૈશીએ ગઈકાના શોમાં બાગ કા ફૂલ સુદ્ધા કહી નાંખ્યુ હતું... જોકે કુરૈશીએ આ રીતે કહેતાં તેમની બહુ ટીકા પણ થઈ, પરંતુ કુરૈશી સાહેબ કુરૈશીની આગળ-પાછળ જ ભમતાં દેખાયાં.

ગઈકાલે કુરૈશી અને કોમલિકા એટલે કે ઉર્વશી ધોળકિયા વચ્ચે પણ દલીલ દેખાઈ. તેઓ વારંવાર એમ જ કહેતાં હતાં કે કુરૈશીને છોકરીઓ સાથે વાત કરવાની બુદ્ધિ કે સમજણ નથી એટલે જ તો તેઓ મારી સામે વાત કરતાં-કરતાં કપડા ઉતારવા લાગ્યાં. આ અંગે નવજ્યોત સિંહ સિદ્ધૂએ તેમને શાંત થવા કહ્યું. કોમલિકા એટલે કે ઉર્વશી ધોળકિયા અને કાશિફ કુરૈશી વચ્ચે ટાસ્ક દરમિયાન બહેસ થઈ હતી, જ્યારે કુરૈશી જણાવ્યું કે ઉર્વશી જાણીજોઈને ઝગડી રહ્યાં છે.
હાલ કરિશ્મા ડેંજર ઝોનમાં આવી ગયાં છે, પરંતુ તેઓ કરૈશીની સાથે જ હાઉસમાં બેઠેલા દેખાય છે. બંને સાથે ચા પીવે છે અને વાતો કરતાં નજરે પડે છે. હાલ કઈં પણ કહેવું ઉતાવળિયું ગણાશે, પરંતુ એટલું નક્કી છે કે કરૈશી સાહેબને કરિશ્મા મૅડમ ભાવી ગયા છે.












Click it and Unblock the Notifications
