વાઇલ્ડ કાર્ડ દ્વારા બિગ બૉસમાં એન્ટ્રી કરશે ઉષા-મિંક

મુંબઈ, 2 નવેમ્બર : બિગ બૉસ 6ના ઘરે આ વખતે ઘણું બધું નવું થઈ રહ્યું છે. પ્રથમ તો સપના ભાગનાણીએ સલમાન ખાન ઉપર ગુસ્સો ઉતાર્યો. પછી કરિશ્મા કોટકે પોતાના પિતાના આકસ્મિક મોતને પગલે બિગ બૉસનું ઘર છોડવું પડ્યું. પછી કલર્સ ચૅનલના ઑફિસે કેટલાંક કાર્યકરોએ હુમલો કર્યો અને હવે માહિતી મળે છે કે બૉલીવુડ સ્ટાર્સ ઉષા બચ્ચાણી તેમજ મિંક બરાર બિગ બૉસના ઘરે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરનાર છે.

Usha & Mink

ઉષા બચ્ચાણી પોતાના પતિ મહેશ આનંદ સાથે છુટાછેડા બાદ કુસુમ, સિંદૂર અને એક લડકી અંજાની સી જેવી ટીવી સીરિયલ્સમાં નેગેટિવ પાત્રો ભજવી ચુક્યાં છે. તેઓ સલમાન ખાનની ફિલ્મ દુલ્હન હમ લે જાયેંગેમાં પણ એક નાનકડા પાત્રમાં દેખાયા હતાં. આ ફિલ્મ સને 2000માં રિલીઝ થઈ હતી.

મિંક બરારને બૉલીવુડમાં મિંક સિંહ નામે ઓળખવામાં આવે છે. 1993માં દેવ આનંની ફિલ્મ પ્યાર કા તરાનામાં કામ કરી ચુક્યાં છે. બૉલીવુડ પીઆર ગુરુ તથા બિગ બૉસના સ્પેશિયલિસ્ટ ગણાતાં ડેલ ભગવાગરે જણાવ્યું - અમે આ બેવાઇલ્ડ કાર્ડ એન્ટ્રીસ દ્વારા શોને વધુ પૉપ્યુલર કરવા માંગીએ છીએ.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ વખતે બિગ બૉસને પારિવારિક સીઝન કહેવાય છે, તો શું ઉષા-મિંકની એન્ટ્રીથી તેની ઇમેજ નહિં બગડે? તો ભગવાગરે જણાવ્યું - ઇતિહાસ સાક્ષી છે કે લોકોનું મગજ મસાલો માંગે છે. તેમણે એમ પણ જણાવ્યું - હું ઇચ્છુ છું કે આ લોકો લડાઈ કરે. તો કહી શકાય કે અસલી બિગ બૉસ હવે શરૂ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X