For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તનીષાએ કુશાલનો ધક્કો માર્યો, કુશાલે કહ્યું ફ્લૉપ હીરોઇન!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 24 ઑક્ટોબર : બિગ બૉસમાં ધીમે-ધીમે ઝગડાની સંખ્યા અને ગંભીરતા વધતી જાય છે. થોડાક દિવસ અગાઉ અરમાન કોહલીએ બિગ બૉસના ઘરમાં સભ્યોને ધક્કો માર્યો હતો અને બહુ ગાળો આપી હતી. તે વખતે અરમાન સાથે બધાએ અબોલા લીધા હતાં, પણ તે પછી ગઈકાલના એપિસોડમાં તનીષાએ કુશાલને ગુસ્સામાં આવી ધક્કો માર્યો અને તે પછી તેઓ એવી રીતે વર્ત્યા જાણે તેમનાથી આવું ભૂલમાં થઈ ગયું. તનીષાએ કુશાલને પણ કહ્યું કે તેમણે જાણીજોઈને ધક્કો નથી માર્યો.

bigg-boss

જોકે ઘરના તમામ સભ્યોએ તનીષાને કુશાલનો ધક્કો મારતા જોઈ હતી અને તેથી જ સૌએ બિગ બૉસ સમક્ષ જણાવ્યું કે તેઓ આ બાબતે એક્શન લે. કુશાલે પણ બિગ બૉસને જણાવ્યું કે તેઓ ઘર છોડીને જતા રહેશે, જો તનીષા સામે કાર્યવાહી ન કરવામાં આવે તો. તનીષાએ ટાસ્ક દરમિયાન બૉક્સની અંદર બેસવુ હતું અને જ્યારે તેઓ અંદર બેઠા હતાં, ત્યારે કુશાલે બૉક્સની અંદર પાણી અને કચરો નાંખવાનું શરૂ કરી દીધું. તેનાથી નારાજ થઈ તનીષાએ ગુસ્સામાં બૉક્સ ફેંક્યો અને કુશાલને ધક્કો માર્યો.

તનીષાના ધક્કા બાદ કુશાલ બહુ નારાજ થઈ ગયાં અને તેઓ તનીષાને આડુ-અવળુ બોલવા લાગ્યાં. અહીં સુધી કે કુશાલે તનીષાને 36 વરસની આંટી અને ફ્લૉપ હીરોઇન પણ કહી નાંખી. કુશાલે એમ પણ કહ્યું કે તનીષા કદાચ તેમના પ્રત્યે ઇંટરેસ્ટેડ છે. તેથી તેમણે આટલી નજીક આવી કુશાલને સ્પર્શ કર્યું અને ધક્કો માર્યો. કુશાલનો સાથ આપતા ગૌહર અને પ્રત્યુષાએ તનીષાની મજાક ઉડાવી અને જણાવ્યું કે તનીષા તો બારમાં જતી છોકરીઓની જેમ વર્તે છે કે જે છોકરાઓને જાણીજોઈને ધક્કો મારે છે અને પછી સૉરી કહે છે. તનીષાએ બહાર આવી કહ્યું કે તેમણે ધક્કો નથી માર્યો અને બિગ બૉસે પણ કોઈ એક્શન નથી લીધો. તેથી કુશાલને ગુસ્સો આવ્યો અને તેમણે બિગ બૉસના ઘરની બાઉન્ડ્રી ઓળંગવાની કોશિશ પણ કરી. આજના એપિસોડમાં ખબર પડશે કે અંતે કુશાલ અને તનીષાના આ ઝગડા અંગે બિગ બૉસે શું કહ્યું.

English summary
Tanisha pushed Kushal during a task in Bigg Boss 7. Tanisha was inside the box and Kushal as continuously throwing garbage and cold water. After some time Tanisha got angry and pushed Kushal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X