Bigg Boss 8 : આ રહ્યું સંભવિત કન્ટેસ્ટંટ્સનું Complete List!
મુંબઈ, 12 ઑગસ્ટ : કલર્સનો વિવાદાસ્પદ શો બિગ બૉસ 8 ટુંકમાં જ શરૂ થવાનો છે. આ વાત કન્ફર્મ થઈ ગઈ છે કે સલમાન ખાન જ બિગ બૉસ 8ને પણ હોસ્ટ કરવાના છે, તો બીજી બાજુ બિગ બૉસના કન્ટેસ્ટંટ્સને લઈને અટકળોના દોર ચાલુ છે.
કરણ કુંદ્રા, રુસલાન મુમતાઝ, રશ્મિ દેસાઈ, ટીના દત્તા, કરિસ્મા તન્ના, નૌશીન અલી સરદાર, સંગીતા ઘોષ, ગૌરવ ચોપરા, અમીષા પટેલ અને શર્લિન ચોપરાના નામો મોસ્ટ ટૉકેબલ છે, તો આરતી છાબરિયા, રાગિણી ખન્ના, કાયનાત અરોર, જુગલ હંસરાજ, ઇંદર કુમાર, સંગીતા બિજલાણી, મુકુલ દેવ, રતિ પાન્ડે, રાહુલ દેવ, સુમીત સહેગલ, મોના સિંહ, શ્રીસંત, વીજે રઘુ, પ્રિયમણિ, નૌહીદ સરદાર અલી, કુમાર વિશ્વાસ, રવિ બહલ, હાર્ડ કૌર, અભિજીત ભટ્ટાચાર્ય, માહી વિજ, કોએના મિત્રા, મરિયમ ઝકરિયા, મૌસમી ઉદેશી, નેહા કક્ડ, શ્વેતા ભારદ્વાજ, શ્વેતા સાલ્વે, આર્યન બબ્બર, ઉપેન પટેલ, ગૌતમ ગુલાટી તથા આરજે પ્રીતમના નામોની પણ ચર્ચા છે.
જાણવા મળે છે કે શોના સંચાલકો આ વખતે બિગ બૉસમાં ડર્ટી ગેમ્સના સ્થાને લવને મધ્યસ્થાને લાવવના પ્રયત્નો કરી રહ્યા છે. એમ પણ કહે છે કે બિગ બૉસ 8માં ઘણા બધા યુગલો હશે કે જેમાં એક ગે કપલ પણ હોઈ શકે છે. બિગ બૉસ 8 ઑગસ્ટમાં શરૂ થવાની અટકળો હતી, પણ લેટેસ્ટ રિપોર્ટ્સ કહે છે કે હવે આ શો સપ્ટેમ્બરના આરંભે શરૂ થઈ શકશે.
ચાલો તસવીરોમાં જોઇએ બિગ બૉસ 8માં આવવાની અટકળો ધરાવતા નામોની સમ્પૂર્ણ યાદી :

આ છે નવા ચહેરાઓ
અહીં કેટલાક નવા ચહેરોઆ આપવામાં આવી રહ્યા છે કે જેમના બિગ બૉસ 8માં આવવાની અટકળો છે.

જુગલ હંસરાજ
મોહબ્બતેં એક્ટર જુગલ હંસરાજ બિગ બૉસ 8માં જોડાઈ શકે છે.

આરતી છાબરિયા
મોટા પડદાથી ગાયબ અભિનેત્રી આરતી છાબરિયા નાના પડદા દ્વારા અભિનય ક્ષેત્રે કમબૅક કરી શકે છે.

અભિજીત ભટ્ટાચાર્ય
જાણીતા ગાયક અભિજીત ભટ્ટાચાર્ય પણ કન્ટેસ્ટંટ બની શકવાની ચર્ચા છે.

શ્રીસંત
વિવાદાસ્પદ ક્રિકેટર એસ શ્રીસંતની પણ ચર્ચાઓ પુરજોશમાં ચાલી રહી છે.

અમીષા પટેલ
બિગ બૉસ 8ના સ્પર્ધકોની અટકળોમાં સૌથી પહેલુ નામ અમીષા પટેલનું ઉછળ્યુ હતું. જોકે તેમણે અટકળોનો અંત લાવતા કહ્યુ હતું કે તેઓ ભાગ નથી લઈ રહ્યાં.

હાર્ડ કૌર
જાણીતા ગાયક હાર્ડ કૌર પણ સંભવિત સ્પર્ધકોની યાદીમાં સામેલ છે. જોકે તેમણે પણ પુષ્ટિ નથી કરી.

વીજે રઘુ
જાણીતા વીજે રઘુ પણ ચર્ચિત નામ છે. જો આ વિવાદાસ્પદ રોડીસ ભાગ લે, તો બિગ બૉસને હાઈપ મળી શકે.

ઉપેન પટેલ
કહે છે કે મૉડેલ-એક્ટર ઉપેન પટેલને એપ્રોચ કરવામાં આવ્યા છે. જોકે હજી સુધી તેઓ તૈયાર થયા કે નહીં, તેની જાણ નથી.

ઇંદર કુમાર
ભૂતપૂર્વ બૉલીવુડ અભિનેતા ઇંદર કુમારનું નામ પમ ચર્ચામાં છે. ઇંદર કુમારનો ચહેરો અરમાન કોહલીને મળતો આવે છે અને શો સંચાલકો તેનો ફાયદો ઉઠાવવા માંગે છે.

કરિશ્મા તન્ના
કરિશ્મા તન્નાનુ નામ સતત બિગ બૉસ 8ના સંભવિત સ્પર્ધકોમાં સામેલ રહ્યુ છે.

કોએના મિત્ર
ખોટા કારણે ચર્ચામાં રહેલા અભિનેત્રી કોએના મિત્રા પણ કન્ટેસ્ટ હોઈ શકે છે.

કુમાર વિશ્વાસ
કુમાર વિશ્વાસ જો બિગ બૉસ 8માં હોય, તો ચોક્કસ વિવાદો ઊભા કરી શોને ફાયદો કરાવી શકે.

માહી વિજ
માહી વિજની પણ આવવાની શક્યતા છે.

રાહુલ દેવ
બૉલીવુડના જાણીતા વિલન રાહુલ દેવ અંગે પણ ચર્ચા છે.

મોના સિંહ
જસ્સી જૈસી કોઈ નહીં ફૅમ મોના સિંહ પણ આ શોનો ભાગ બની શકે છે.

પ્રિયમણિ
પ્રિયમણિનું નામ મોડેથી ઉછળ્યુ છે. ચેન્નઈ એક્સપ્રેસની આ આયટમ ગર્લે બિગ બૉસ 8માં આવવું જોઇએ.

રાગિણી ખન્ના
રાગિણી ખન્ના પણ બિગ બૉસ 8નો ભાગ હોઈ શકે છે.

રશ્મિ દેસાઈ
ઉતરન અભિનેત્રી રશ્મિ દેસાઈનો ચૅનલ વાળાઓએ સમ્પર્ક કર્યો હોવાનું કહેવાય છે.

રતિ પાન્ડે
રતિ પાન્ડે બિગ બૉસ 8નો ભાગ હોઈ શકે છે.

આરજે પ્રીતમ
જાણીતા આરજે પ્રીતમને પણ એપ્રોચ કરાયા છે.

સંગીતા બિજલાણી
કહે છે કે બિગ બૉસ 8માં સંગીતા બિજલાણીનો મસાલો ઉમેરાઈ શકે છે.












Click it and Unblock the Notifications
