આ હસ્તીઓ હોઈ શકે બિગ બૉસ 8ના Contestants

મુંબઈ, 17 સપ્ટેમ્બર : કલર્સનો વિવાદાસ્પદ શો બિગ બૉસ 8 આગામી 21મી સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે અને તે જ દિવસે બિગ બૉસના સ્પર્ધકોનો ખુલાસો પણ થઈ જશે. સલમાન ખાન દ્વારા હોસ્ટેડ આ શોને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સુકતા અને આતુરતા છે. આ શો 90 દિવસ ચાલશે.

big boss

પરંતુ બિગ બૉસ 8 અંગે સૌથી મોટો સસ્પેંસ છે તેના કૉન્ટેસ્ટંટોને લઈને. હજી સુધી તેના સ્પર્ધકોનો ખુલાસો થયો નથી. અત્યાર સુધી જે નામો ચર્ચામાં રહ્યા છે, તેમાં કરણ કુંદ્રા, રુસલાન મુમતાઝ, રશ્મિ દેસાઈ, ટીના દત્તા, કરિશ્મા તન્ના, નૌશીન અલી સરદાર, સંગીતા ઘોષ, ગૌરવ ચોપરા, અમીષા પટેલ તથા શર્લિન ચોપરાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત આરતી છાબરિયા, રાગિણી ખન્ના, કાયનાત અરોરા, જુગલ હંસરાજ, ઇંદર કુમાર, સંગીતા બિજલાણી, મુકુલ દેવ, રતિ પાન્ડે, રાહુલ દેવ, સુમીત સહેગલ, મોના સિંહ, શ્રીસંત, વીજે રઘુ, પ્રિયા મણિ, નૌશીદ સરદાર અલી, કુમાર વિશ્વાસ, રવિ બહલ, હાર્ડ કૌર, અભિજીત ભટ્ટાચાર્ય, માહી વિજ, કોએના મિત્રા, મરિયમ ઝકરિયા, મૌસમી ઉદેશી, નેહા કક્કડ, શ્વેતા ભારદ્વાજ, શ્વેતા સાલ્વે, આર્યન બબ્બર, ઉપેન પટેલ, ગૌતમ ગુાટી તથા આરજે પ્રીતમના નામો પણ ચર્ચામાં છે.

કરિશ્મા તન્નાનુ નામ સતત બિગ બૉસ 8ના સંભવિત સ્પર્ધકોમાં સામેલ રહ્યુ છે.

માહી વિજ અંગે પણ ચર્ચાઓ છે કે તેમણે બિગ બૉસ 8 સાઇન કર્યો છે.

બૉલીવુડના જાણીતા વિલન રાહુલ દેવ અંગે પણ ચર્ચા છે.

ઉતરન અભિનેત્રી રશ્મિ દેસાઈનો ચૅનલ વાળાઓએ સમ્પર્ક કર્યો હોવાનું કહેવાય છે.

જાણીતા આરજે પ્રીતમને પણ એપ્રોચ કરાયા છે.

કહે છે કે મૉડેલ-એક્ટર ઉપેન પટેલને એપ્રોચ કરવામાં આવ્યા છે. જોકે હજી સુધી તેઓ તૈયાર થયા કે નહીં, તેની જાણ નથી.

જાણીતા વીજે રઘુ પણ ચર્ચિત નામ છે. જો આ વિવાદાસ્પદ રોડીસ ભાગ લે, તો બિગ બૉસને હાઈપ મળી શકે.

કહે છે કે બિગ બૉસ 8માં સંગીતા બિજલાણીનો મસાલો ઉમેરાઈ શકે છે.

રાગિણી ખન્ના પણ બિગ બૉસ 8નો ભાગ હોઈ શકે છે.

પ્રિયમણિનું નામ મોડેથી ઉછળ્યુ છે. ચેન્નઈ એક્સપ્રેસની આ આયટમ ગર્લે બિગ બૉસ 8માં આવવું જોઇએ.

જસ્સી જૈસી કોઈ નહીં ફૅમ મોના સિંહ પણ આ શોનો ભાગ બની શકે છે.

ખોટા કારણે ચર્ચામાં રહેલા અભિનેત્રી કોએના મિત્રા પણ કન્ટેસ્ટ હોઈ શકે છે.

મોહબ્બતેં એક્ટર જુગલ હંસરાજ બિગ બૉસ 8માં જોડાઈ શકે છે.

જાણીતા ગાયક હાર્ડ કૌર પણ સંભવિત સ્પર્ધકોની યાદીમાં સામેલ છે. જોકે તેમણે પણ પુષ્ટિ નથી કરી.

મોટા પડદાથી ગાયબ અભિનેત્રી આરતી છાબરિયા નાના પડદા દ્વારા અભિનય ક્ષેત્રે કમબૅક કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X