For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિગ બૉસમાં એન્ટ્રી મુદ્દે મીડિયાને ઉતાવળિયું ગણાવતાં કુમાર વિશ્વાસ

|
Google Oneindia Gujarati News

Kumar vishwas
મુંબઈ, 3 ઑક્ટોબર : કલર્સનો બહુચર્ચિત વિવાદાસ્પદ શો બિગ બૉસ ફરીથી આપની વચ્ચે આવવા આતુર છે. શોનું પ્રસારણ 7મી ઑક્ટોબરથી દર રોજ રાત્રે નૌ વાગ્યે કલર્સ પર થશે. આ શોના પ્રતિસ્પર્ધીઓ અંગે ઘણાં વખતથી અટકળો લગાવવામાં આવી રહી છે. તેવી જ અટકળો વચ્ચે એક ખબર એવી પણ આવી છે કે ટીમ અણ્ણાના જૂના સભ્ય અને જાણીતા કવિ ડૉ. કુમાર વિશ્વાસ પણ બિગ બૉસ 6માં નજરે પડનાર છે. તેઓ કેજરીવાલની ટીમમાં નહિં, પણ સિનેદર્શકો વચ્ચે નજરે પડશે.

આ ખબર અંગે કવિ વિશ્વાસે મીડિયાની જોરદાર મજાક ઉડાવી છે. તેમણે પોતાની ફેસબુક વૉલ પર આ ખબર પર કઈંક આ રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે, ‘દેશ ઉતાવળમાં છે અને ચૅનલો તો એટલી ઉતાવળમાં છે કે બનાવ બનતાં જ રિપોર્ટ આવી જાય છે! ઘણી વાર તો બનાવો રાહ જુએ છે કે ચૅનલો વાળા આવે તો હું બનું! આ સમાચાર ગયા વરસથી જુદા-જુદા શોઝમાં પોતે આવે છે અને પોતે જતો પણ રહે છે! ન તો હું ક્યાંય જાઉ છું અને ન તો આવુ છું! મારો બૉસ માત્ર એક છે... હિન્દુસ્તાન! નિશ્ચિંત રહો, અહીં જ છું આપ સૌની સાથે! ચીયર્સ..! ચા સાથે માત્ર..! તે જ પીઉ છું કારણ કે..!'

અને
એક કહેવત છે ‘સૂત ન કપાસ કોરી લટ્ઠમ-લટ્ઠા!' દર વખતે મારા કરતાં વધારે આપણા નવીન નારદ-વંશીઓ (પત્રકારો)ને માહિતી હોય છે કે શું થવાનું છે, અને શું થવું જોઇએ? ક્યારેક કહ્યું હતું, આજકાલ સાચુ થઈ રહ્યું છે...
‘નહીં મુઝ પર ભી જો ખુદ કી, ખબર વો હૈં જમાને પર,
મૈં હંસતા હૂઁ તો હંગામા, મૈં રોતા હૂઁ તો હંગામા...!'

આપને આ પોસ્ટ વાંચીને સમજાઈ ગયું હશે કે ડૉક્ટર વિશ્વાસ શું કહેવા માંગે છે? તેમણે રીતસર પોતાની પોસ્ટ નીચે તેવી વેબસાઇટોની લિંક્સ પણ મુકી છે કે જ્યાં આવું લખ્યુ હતું કે બિગ બૉસ 6માં કુમાર વિશ્વાસ.

ખેર, આ વાતથી સ્પષ્ટ છે કે બિગ બૉસ 6માં તેમની એન્ટ્રી મહજ એક અફવાહ કરતાં વધુ કઈ નથી. હવે આપ આ મુદ્દે શું કહેશો?

English summary
I am not fit for Big Boss House. Its only rumour made by media said Poet Kumar Vishwas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X