બિગ બૉસ 6 : શરૂ થઈ ગયાં ઝગડાં
મુંબઈ, 12 ઑક્ટોબર : બિગ બૉસ 6 શરૂં થતા અગાઉ જ બિગ બૉસના હોસ્ટ સલમાન ખાને સ્પષ્ટ જણાવ્યુ હતું કે આ વખતનો આ શો કોઈ પણ પ્રકારે હિંસા કે ગંદગીથી પૂર્ણત્વે અળગો રહેશે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યુ હતું કે આ શો પૂર્ણત્વે ફૅમિલી શો રહેશે કે જે બાળકો પણ પોતાના વાલીઓ સાથે બેસી જોઈ શકશે. પરંતુ શોના પ્રથમ સપ્તાહે જ શોના પ્રતિભાગીઓ વચ્ચે પ્રણયફાગ અને હિંસાની નાની-મોટી ઝરમર શરૂ થઈ ગઈ છે. સૌથી વધુ વાર પોતાને લાઇમ લાઇટમાં રાખવાની જો કોશિશ કરી રહ્યાં છે તે છે આ વખતા શોમાં હાજર સામાન્ય માણસ કાશિફ કુરૈશી.

સૌપ્રથમ તો કાશિફે સાઉથની એક્ટ્રેસ સના ખાન પ્રત્યે પોતાના પ્રેમપૂર્ણ અહેસાસો જાહેર કર્યાં. પછી ટીવી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા સાથે હળવી નોંકોઝોંક કરી અને હવે તેમણે મૉડેલ નિકેતન સાથે પણ બહેસ કરી ઘરના તમામ લોકોના દિલમાં પોતાના પ્રત્યે નેગેટિવ વિચારસરણી ઊભી કરી છે. આખા રમાં હાલ જો કોઈ કાશિફનો સાથ આપતો હોય કે તેમને સમજવાનો પ્રયત્ન કરતો હોય તો તે છે ઘરના એકમાત્ર સભ્ય નવજ્યોત સિંહ સિદ્ધૂ. સદ્ધૂનું કહેવું છે કે કારણ કે કાશિફ એક સામાન્ય માણસ છે અને બાકીના તમામ સેલિબ્રિટી છે, તો તેઓ પોતાની જાને એકલો અનુભવી રહ્યાં છે. તે તેમની નાદાની છે. તેઓ જાણીજોઈને આવું નથી કરી રહ્યાં.
સિદ્ધૂએ કાશિફને સમજાવતાં એમ પણ જણાવ્યું કે તેઓ આ તમામ વાતો ઉપર ધ્યાન ન આપે અને આગળ વધે, પરંતુ સિદ્ધૂની આ વાતને નજરઅંદાજ કરી આજના એપિસોડમાં કાશિફ ફરી એક વાર ઘરના એક અન્ય સભ્ય સપના સાથે ભિડાતા નજરે પડશે. કાશિફ ભલે બિગ બૉસના ઘરની અંદર સામાન્ય પ્રજાનો પ્રતિનિધિત્વ કરવા ગયા હોય, પરંતુ હકીકત તો એ છે કે બાકીની સેલિબ્રિટી સામે તેઓ સાચે જ એકલાં છે, પરંતુ કાશિફે પોતાની સામાન્ય માણસ વાળી લાગણીઓ કાબૂ રાખી બિગબૉસના આ ઘરમાં રહેવું પડશે. નહિંતર ટુંકમાં જ તેમને બહારનો રસ્તો બતાવી શકાય છે.












Click it and Unblock the Notifications
