Pics : ‘ગોકુલધામ’માં ધમાલ મચાવતાં શાહરુખ ખાન

મુંબઈ, 24 જુલાઈ : આગામી 8મી ઑગસ્ટે રિલીઝ થતી ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનું પ્રમોશન ધડાકાભેર શરૂ થઈ ગયું છે. અલગ-અલગ ટેલીવિઝન શોમાં પહોંચતી ચેન્નઈ એક્સપ્રેસ હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પહોંચી છે.

સબ ટીવી પર પ્રસારિત થતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચ્યા શાહરુખ ખાન અને ફિલ્મના દિગ્દર્શક રોહિત શેટ્ટી. બંનેએ શોના કલાકારો સાથે ખૂબ મસ્તી કરી. ખાસ તો જેઠાલાલ ગડા, માધવી, ભિડે, દયા ભાભી જેવા પાત્રો સાથે રોહિત શેટ્ટી અને શાહરુખ ખાને મન મૂકીને મસ્તી કરી અને ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મનું પ્રમોશન કર્યું.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અનેક ફિલ્મોનું પ્રમોશન કરવામાં આવતું રહ્યું છે. તાજેતરમાં જ બજાતે રહો ફિલ્મના કલાકારો તુષાર કપૂર તેમજ વિનય પાઠક પણ જેઠાલાલના ઘરે પહોંચ્યા હતાં.

આવો તસવીરોમાં જોઇએ ચેન્નઈ એક્સપ્રેસનું પ્રમોશન :

ચેન્નઈ એક્સપ્રેસનું પ્રમોશન

ચેન્નઈ એક્સપ્રેસનું પ્રમોશન

રોહિત શેટ્ટી દિગ્દર્શિત ચેન્નઈ એક્સપ્રેસનું પ્રમોશન જોરદાર રીતે ચાલી રહ્યું છે.

તારક મહેતા... ના સેટ ઉપર

તારક મહેતા... ના સેટ ઉપર

પ્રમોશન હેઠળ તાજેતરમાં જ શાહરુખ ખાન અને રોહિત શેટ્ટી ચેન્નઈ એક્સપ્રેસનું પ્રમોશન કરવાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ ઉપર પહોંચ્યાં.

મોહી ગયું ગોકુલધામ

મોહી ગયું ગોકુલધામ

રોહિત-શાહરુખ આવતાં ગોકુલધામ આખું મોહી ગયું તેમની ઉપર. શોના તમામ કલાકારો સાથે શાહરુખ અને રોહિતે મસ્તી કરી હતી.

ઝૂમી ઉઠ્યાં જેઠા-દયા

ઝૂમી ઉઠ્યાં જેઠા-દયા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મુખ્ય પાત્રો જેઠાલાલ ગડા અને દયા ગડા તો શાહરુખ ખાનને જોઈ ઝૂમી ઉઠ્યાં.

દીપિકા ગેરહાજર

દીપિકા ગેરહાજર

ચેન્નઈ એક્સપ્રેસના પ્રમોશન માટે હીરો શાહરુખ ખાન અને દિગ્દર્શક રોહિત શેટ્ટી તો આવ્યા હતાં, પરંતુ ફિલ્મના હીરોઇન દીપિકા પાદુકોણેની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી.

માધુરી સાથે પણ ઠુમકાં લગાવ્યા હતાં

માધુરી સાથે પણ ઠુમકાં લગાવ્યા હતાં

ફિલ્મના મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે પણ શાહરુખ-દીપિકા હાજર હતાં, તો ઝલક દિખલા જા શોમાં પણ એકલા પહોંચેલા શાહરુખે માધુરી દીક્ષિત સાથે જોરદાર ઠુમકાં લગાવ્યાં. ઝલક દિખલા જામાં ધૂમ મચાવ્યા બાદ ચેન્નઈ એક્સપ્રેસ ડીઆઈડી સુપર મૉમ્સ પહોંચીહતી.

આવતા મહીને રિલીઝ

આવતા મહીને રિલીઝ

ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ આગામી 8મી ઑગસ્ટના રોજ રિલીઝ થવાની છે. અગાઉ ચેન્નઈ એક્સપ્રેસ સાથે વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા રિલીઝ થવાની હતી, પરંતુ પછીથી તેની રિલીઝને 15મી ઑગસ્ટ સુધી વધારી દેવાઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X