Big News: કૉમેડિયન ભારતી સિંહના ઘરે ગુંજશે કિલકારી, ફેન્સ માટે મોટા સમાચાર!

ભારતીએ આ વાતની જાણકારી આપી છે કે અમે નક્કી કર્યુ છે કે અમે 2019માં બેબી પ્લાન કરીશુ અને પોતાના સંબંધને નેકસ્ટ લેવલ પર લઈ જઈશુ.

કૉમેડિયન ભારતી સિંહ હાલમાં ફરીથી એકવાર ચર્ચામાં છે. તેનુ અસલી કારણ એકસાથે ટીવી પર તેના બે શોનું પ્રસારણ છે કે જે જલ્દી થવાનું છે. એક તરફ તે ખતરો કે ખેલાડીની નવી સિઝનમાં આવશે. વળી, તે જલ્દી ધ કપિલ શર્મા શોનો પણ મહત્વનો હિસ્સો બની ચૂકી છે. ભારતી સિંહ પોતાના લગ્ન બાદ પતિ હર્ષ માટે ઘણી ચર્ચામાં રહે છે.

ગયા વર્ષે ગોવામાં ભારતી અને હર્ષના થયા લગ્ન

ગયા વર્ષે ગોવામાં ભારતી અને હર્ષના થયા લગ્ન

3 ડિસેમ્બરે બંનેના લગ્નને એક વર્ષ પૂરુ થઈ ગયુ છે. ઘણી વાર તે પોતાના લગ્ન અને સુહાગરાત અંગેના જોક્સ પણ કરતી જોવા મળી છે. પરંતુ જ્યારે મીડિયાએ ભારતીને તેની પ્રેગનેન્સી પર સવાલ પૂછ્યો તો એક મોટો ખુલાસો સામે આવ્યો. તેણે પોતાની પ્રેગ્નેન્સી સાથે જોડાયેલ પ્લાનિંગ વિશે જાણકારી આપી.

પ્રેગ્નેન્સીના છેલ્લા દિવસો સુધી

પ્રેગ્નેન્સીના છેલ્લા દિવસો સુધી

ભારતીએ વાતચીતમાં જણાવ્યુ કે પ્રેગ્નેન્સીના છેલ્લા દિવસ સુધી કામ કરવા ઈચ્છે છે. આ બહુ સારુ ગણાશે જ્યારે હું અને મારુ બાળક એકસાથે સ્ટેજ પર કોમેડી કરીશુ.

2019માં બેબી પ્લાન

2019માં બેબી પ્લાન

ભારતીએ આ વાતની જાણકારી આપી છે કે અમે નક્કી કર્યુ છે કે અમે 2019માં બેબી પ્લાન કરીશુ અને પોતાના સંબંધને નેકસ્ટ લેવલ પર લઈ જઈશુ.

ગલીઓમાંથી લોકોના બાળકો

ગલીઓમાંથી લોકોના બાળકો

હર્ષ સાથે પોતાના સંબંધ વિશે ભારતીએ કહ્યુ કે હર્ષ અને તેમને બેબી ખૂબ જ પસંદ છે. હર્ષ તો ગલીઓમાંથી લોકોના બાળકો ઉઠાવી લાવે છે.

હર્ષ રાતે 1-1 વાગે ઘરે આવે

હર્ષ રાતે 1-1 વાગે ઘરે આવે

ત્યારબાદ જ્યારે ભારતીને પૂછવામાં આવ્યુ કે તો હજુ સુધી ફેમિલી પ્લાનિંગ કેમ નથી કરી. તો તેના પર ભારતીનું કહેવુ છે કે જ્યારે હર્ષ રાતે 1-1 વાગે ઘરે આવશે તો ભલા બેબી કેવી રીતે થશે?

હર્ષે કહ્યુ 9 વાગે આવી જઈશ

હર્ષે કહ્યુ 9 વાગે આવી જઈશ

છેવટે આ જવાબ સાંભળીને હર્ષ પણ ક્યાં પાછળ રહેવાના હતા, તરત જ બધાની સામે કહી દીધુ કે કંઈ વાંધો નહિ. એક દિવસ 9 વાગે આવી જઈશ.

સલમાન, શાહરુખ અને આમિર ખાન

સલમાન, શાહરુખ અને આમિર ખાન

ભારતી સિંહે ધ કપિલ શર્મા શો અંગે કહ્યુ કે આ શો ખૂબ જ મજેદાર બનવાનો છે. જેમ સલમાન, શાહરુખ અને આમિર ખાનને એક સાથે જોઈને લાગે છે. આ વાત તેણે કપિલ શર્મા, કૃષ્ણા અભિષેક અને પોતાના માટે કહી છે.

બિગ બોસ 12 બાદ

બિગ બોસ 12 બાદ

તમને જણાવી દઈએ કે ભારતી ટૂંક સમયમાં ખતરો કે ખેલાડીમાં પતિ હર્ષ સાથે ખતરનાક સ્ટંટ કરતી જોવા મળશે. બિગ બોસ 12 બાદ આ શોની શરૂઆત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X