For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્નના 3 વર્ષ બાદ કૉમેડિયન ભારતી સિંહ પ્રેગ્નેન્ટ, વર્ષ 2022માં ઘરમાં આવશે ગુડ ન્યૂઝ!

ભારતી સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કર્યા ત્યારબાદ એ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે શું ભારતી સિંહ પ્રેગ્નેન્ટ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કૉમેડિયન ભારતી સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઘણા ફોટા શેર કર્યા છે. ત્યારબાદ એ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે શું ભારતી સિંહ પ્રેગ્નેન્ટ છે. ભારતી સિંહ ઘણી વાર એ વાતની ઈચ્છા વ્યક્ત કરી ચૂકી છે કે તે મા બનવા માગે છે. ત્યાં સુધી કે સ્ટેજ પર ઘણી વાર શો હોસ્ટ કરતી વખતે તે પતિ હર્ષ લિંબાચિયા સાથે પણ વાતને લઈને મજાક કરી ચૂકી છે પરંતુ હવે એવુ માનવામાં આવી રહ્યુ છે કે ભારતી સિંહ નવા વર્ષમાં પોતાની જિંદગીના નવા સફર તરફ વધી ચૂકી છે.

મીડિયા સામે નથી લાવવા માંગતા આ સમાચાર

મીડિયા સામે નથી લાવવા માંગતા આ સમાચાર

એક વેબસાઈટના સમાચાર અનુસાર ભારતી સિંહ પ્રેગ્નેન્ટ છે. હાલમાં તે કામમાંથી બ્રેક લઈને પોતાની તબિયત પર ફોકસ કરી રહી છે. ભારતી સિંહની પ્રેગ્નેન્સીનો શરુઆતનો સમય છે, આના કારણે તે હજુ આની માહિતી મીડિયા અને ફેન્સ સાથે શેર નથી કરી રહી કે તે પ્રેગ્નેન્ટ છે. આ જ કારણ છે કે ભારતી અને હર્ષ આ સમાચારને હજુ સામે લાવવા નથી માંગતા.

કપિલ શર્મા શોમાંથી લીધો છે બ્રેક

કપિલ શર્મા શોમાંથી લીધો છે બ્રેક

ભારતી અને હર્ષ હાલમાં બધુ ફોકસ બાળક પર કરવા માંગે છે જેથી પ્રેગ્નેન્સીના શરૂઆતના સમયમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય. મીડિયા રિપોર્ટમાં એ પણ સામે આવી રહ્યુ છે કે ભારતી સિંહે ધ કપિલ શર્મા શોમાં પણ થોડા સમય માટે બ્રેક લીધો છે. ભારતી સિંહ પણ વધુ સમય સુધી કામમાંથી બ્રેક નથી લઈ શકતી.

ફેન્સે આના માટે જોવી પડશે રાહ

ફેન્સે આના માટે જોવી પડશે રાહ

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે ખુદની પ્રેગ્નેન્સી પર ભારતી સિંહે કહ્યુ છે કે ના તો હું આની ના પાડીશ અને ના કન્ફર્મ કરીશ. આના પર જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું ખુલીને આના વિશે વાત કરીશ. ભારતી સિંહે કહ્યુ છે કે હું આને છૂપાવી નથી શકતી. આ કોઈ છૂપાવવાની વસ્તુ નથી. ભારતીએ કહ્યુ છે કે જ્યારે પણ તે પોતાની પ્રેગ્નેન્સીને સામે લાવવા માંગશે તો તેને સાર્વજનિક કરશે. શક્ય છે કે ફેન્સને નવા વર્ષની શરૂઆતમાં આની માહિતી મળી શકે છે કે ભારતી અને હર્ષ નવા વર્ષમાં માતાપિતા બનવાના છે. ત્યાં સુધી ફેન્સે આના માટે રાહ જોવી પડશે.

English summary
Comedian Bharti Singh is pregnant and expecting first baby
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X