Confirmed : 21મી સપ્ટેમ્બરથી શરૂ થશે બિગ બૉસ 8, જુઓ સંભવિત સ્પર્ધકો...

મુંબઈ, 4 સપ્ટેમ્બર : કલર્સનો વિવાદાસ્પદ શો બિગ બૉસ 8 આગામી 21મી સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે અને તે જ દિવસે બિગ બૉસના સ્પર્ધકોનો ખુલાસો પણ થઈ જશે. બિગ બૉસ 8ના ટીઝરમાં સલમાન ખાને શો માટેની નવી ટૅગ લાઇન બિગ બૉસ 8, સબકી લગેગી વાટ જાહેર કરી છે.

દબંગ સ્ટાર સલમાન ખાન ગત વખતની જેમ આ વખતે પણ બિગ બૉસ શોને હોસ્ટ કરવાના છે અને તેમાં 15 સ્પર્ધકો હશે કેજેઓ 90 દિવસ બિગ બૉસ હાઉસમાં રહેશે. બિગ બૉસના સ્પર્ધકો અંગેનો ખુલાસો પહેલા એપિસોડના દિવસે જ થશે.

જોકે અત્યાર સુધી બિગ બૉસ 8ના સ્પર્ધકો અંગે જે અટકળો ચાલી છે, તે મુજબ કરણ કુંદ્રા, રુસાલન મુમતાઝ, રશ્મિ દેસાઈ, ટી ના દત્તા, કરિશ્મા તન્ના, નૌશીન અલી સરદાર, સંગીતા ઘોષ, ગૌરવ ચોપરા અને નારાયણી શાસ્ત્રી, અમીષા પટેલ, આલોક નાથ, શર્લિન ચોપરા અને લુલિયા વૅંટુર બિગ બૉસ 8ના સંભવિત સ્પર્ધકો છે.

ચાલો જોઇએ બિગ બૉસ 8માં સલમાન ખાનની તસવીરી ઝલક :

સલમાનની જાહેરાત

સલમાનની જાહેરાત

સલમાન ખાને લેટેસ્ટ ટીઝરમાં જાહેરાત કરી હતી કે બિગ બૉસ 8 ટુંકમાં આવે છે.

સબકી લગેગી વાટ

સબકી લગેગી વાટ

સલમાને તાજેતરના ટીઝરમાં ટૅગ જાહેર કર્યો - બિગ બૉસ 8-સબકી લગેગી વાટ.

પાયલૉટ

પાયલૉટ

સલમાન ખાન આ સીઝનમાં પાયલૉટ બન્યા છે.

બિગ બૉસ હાઉસ

બિગ બૉસ હાઉસ

બિગ બૉસ 8 હાઉસ ઍરક્રાફ્ટ તરીકે ડિઝાઇન કરાયુ છે.

સલમાન લઈ જશે અંદર

સલમાન લઈ જશે અંદર

સલમાન ખાન સ્પર્ધકોને ઍરક્રાફ્ટ સ્વરૂપના બિગ બૉસ હાઉસમાં દોરી જશે.

સલમાન હોસ્ટ

સલમાન હોસ્ટ

સલમાન ખાને હિંટ આપી હતી કે આ વખતના શોમાં કંઇક ડિફરંટ અને એંટરટેનિંગ હશે

21મીથી શરુઆત

21મીથી શરુઆત

બિગ બૉસ 8 કલર્સ ચૅનલ પર 21મી સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યાથી શરૂ થશે.

જુઓ જરા...

જુઓ જરા...

Birthday Boy ઋષિ કપૂરના 13 દમદાર Roles જોવા ક્લિક કરો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X