Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Shocking : હોસ્ટ દૃષ્ટિ ધામી ઝલક દિખલા જા 7માંથી આઉટ!

મુંબઈ, 21 જૂન : કલર્સના જાણીતા ડાન્સ રિયલિટી શો ઝલક દિખલા જાના આ વર્ષના હોસ્ટ અને ગત વિજેતા દૃષ્ટિ ધામીએ શો છોડી દીધો છે. પોતાના ફૅન્સે આ સમાચાર આપતાં દૃષ્ટિએ ટ્વીટ કર્યું છે કે તેમની ઝલક દિખલા જાની સફર અહીં પૂર્ણ થાય છે, પરંતુ દૃષ્ટિએ શો છોડતાં જ સોશિયલ મીડિયા ઉપર ઝલક દિખલા જા અને કલર્સ ચૅનલ અંગે ઘણા ટ્વીટ કરાઈ રહ્યાં છે. દર્શકો બહુ નારાજ છે કે દૃષ્ટિને કઈ રીતે શોમાંથી હાંકી શકાય કે જ્યારે તેઓ બહુ જ સારૂં પરફૉર્મ કરી રહ્યા હતાં. દર્શકોનું કહેવું છે કે દૃષ્ટિ વગર ઝલક દિખલા જા 7 બોરિંગ થઈ જશે.

જોકે સૂત્રોનાજણાવ્યા મુજબ દૃષ્ટિ ધામી આ શોને કંઇક ખાસ રીતે હોસ્ટ નહોતા કરી શકી રહ્યાં. તેમને જેટલું પણ રિસ્પૉન્સ મળી રહ્યુ હતું, તે મુજબ દૃષ્ટિ શોના અગાઉના હોસ્ટ્સની સરખામણીમાં ખૂબ બોરિંગ હતાં. તેથી જ શો પણ કંઇ ખાસ ચાલ નહોતો રહ્યો. કદાચ આ જ કારણોથી દૃષ્ટિને શોમાંથી હાંકી કાઢવામાં આવી છે. દૃષ્ટિએ ટ્વીટ કરતાં લખ્યું - મિત્રો ઝલક દિખલા જાની મારી સફર ખતમ થઈ ગઈ છે. ગઈકાલે રાત્રે જ ચૅનલ વાળાઓએ મને આ માહિતી આપી. આ ટ્વીટ બાદ ટ્વિટર પર દૃષ્ટિના ફૅન્સ સતત ટ્વીટ કરી રહ્યાં છે અને સાથે જ ટૅગ નાંખ્યો - વી સપોર્ટ દૃષ્ટિ. લોકોના જણાવ્યા મુજબ જો દૃષ્ટિને બહાર કરવામાં આવી, તો તેઓ આ શો જોવાનું બંધ કરી દેશે.

બીજી બાજુ કેટલાક દર્શકો આ વાતથી ખુશ છે કે હવે કોઈ નવો એંકર આ શોને હોસ્ટ કરશે. કેટલાક લોકોનું કહેવું છે કે દૃષ્ટિના સ્થાને પુનઃ ભારતીને લાવવી જોઇએ, પણ જાણવા એમ મળે છે કે મનીષ પૉલને આ શો માટે ફરીથી પસંદ કરવામાં આવ્યાં છે. શક્ય છે કે ઝલક દિખલા જાના હોસ્ટ તરીકે ટુંકમાં જ હવે મનીષ પૉલની એન્ટ્રી થાય.

હાલ દૃષ્ટિને સપોર્ટ કરતા લોકોની કેટલીક ટૉપ કૉમેંટ્સ અહીં રજૂ કરીએ છીએ :

દીપ્તિ

દીપ્તિ

લોકો ભલે કેટલાય પ્રયત્નો કરી લે દૃષ્ટિને નીચુ બતાવવાના, પણ તેઓ હારી જશે. દૃષ્ટિ એક ખૂબ જ બહેતરીન વ્યક્તિ છે અને તેઓ પોતાની આ હારથી ક્યારેય પાછળ નહીં હટે. તઓ આગળ અને વધુ સફળ થશે.

આભા

આભા

હવે ચૅનલ વાળાઓએ દૃષ્ટિની તસવીર નાંખી લોકોને આકર્ષવા જોઇએ નહીં. અમે પણ જોઇએ છીએ કે વગર દષ્ટિએ આ લોકો કેટલા આગળ જાય છે.

ફિયોના

ફિયોના

દૃષ્ટિ અમે કહેવા માંગીએ છીએ કે આ સમાચારે અમારા દિલ તોડ્યાં છે. અમે તમામ ફૅન્સ ચૅનલથી બહુ નારાજ છીએ. અમે બધા આપને બહુ ચાહીયે છીએ. અમારો સપોર્ટ હંમેશા આપને છે.

પ્રગતિ સરોજ

પ્રગતિ સરોજ

પોતાના ફૅન્સના સપોર્ટે દૃષ્ટિ બહુ આગળ જશે. સૌ દૃષ્ટિની સાથે છે અને તેમણે દૃષ્ટિને પાછી લાવવી જ પડશે. નહિંતર તેમને પોતાની શાન સમજાઈ જશે.

વિકી

વિકી

દૃષ્ટિ આપ જરાય નિરાશ ન થાવ, અમે સૌ આપની સાથે છીએ. અમને ગૌરવ છે કે આપ આટલી મોટી વાત આટલી સરળતાથી કહી રહ્યાં છે. અમે સૌ આપને જ સપોર્ટ કરીએ છીએ. આવનાર સમય માટે ખૂબ શુભેચ્છાઓ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X